એક તરફ વરસાદી ઝાપટા સાથે જ ચોમાસાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પૂર્વના વિવિધ સ્થાનો પર યોગ્ય કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે.


ભાઈપુરા હાટકેશ્વરમાં વરસાદી કેચપીટના ઢાંકણ ગાયબ થઈ જવાના કારણે સામાન્ય રાહદારીઓને મુશ્કેલી ઉભી થઈ રહી છે. બીજી તરફ કેટલાંક સ્થાનો પર કેચપીટના સળિયા પણ નીકળી ગયા હોવાના કારણે અવરનવર અકસ્માતનો પણ ભય રહેલો છે.

ભાઈપુરા હાટકેશ્વર સર્કલ નજીક તેજેન્દ કોમ્પલેક્ષ પાસે વરસાદી કેચપીટના ઢાંકણ ગાયબ થયા છે. જ્યારે કેટલાંક સ્થાનો પર કેચપીટ તૂટી ગયેલી છે અને તેના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે. રોડની બિસ્માર સ્થિતિ વચ્ચે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને અવરજવરમાં પણ અગવડતા વધી રહી છે. આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ જ નીકાલ કરવામાં આવી રહ્યો નથી. જ્યારે બીજી તરફ વરસાદી માહોલના કારણે અને ચોમાસાની તૈયારી વચ્ચે લોકોની મુશ્કેલી તંત્ર હળવી બનાવે તેવી જ લોકોની રજુઆત રહેલી છે.


  • Follow us on: