શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


શાહીબાગ વોર્ડમાં સંતોષનગર ચાર રસ્તા નજીક આવેલા ઘણાં વિસ્તારોમાં છેલ્લા થોડાં સમયથી પ્રદૂષિત પીવાનું પાણી મળી રહ્યું હતું. જેના અંગે ફરિયાદ કરવામાં આવતાં આખરે કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ તેનો નિકાલ થઈ શકયો નથી. આ પરિણામે લોકોને ગટરનું પાણી મળી રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ સામે આવી છે.

આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, છેલ્લા થોડાં દિવસોથી સંતોષનગર ચાર રસ્તા પાસે આવેલા વિવિધ વિસ્તારોમાં સવાર-સાંજના સમયે પ્રદુષિત પાણી મળી રહ્યું હતું. આ અંગે જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે ગટર વિભાગ અને પાણી વિભાગના વચ્ચેના સંકલનના અભાવના કારણે બંને લાઈનો મિક્સ થઈ રહી હોવાની સ્થિતિ ઉભી થઈ છે. જેના કારણે દુર્ગંધ મારતું અને પ્રદુષિત પાણી આવી રહ્યું છે. આ કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ માટે જ્યારે સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી તો કોઈ જ પગલાં ભરી રહ્યા નથી. તેમજ પાણીના ટેસ્ટિંગ અંગે પણ જાણ કરવામાં આવી છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી.


  • Follow us on: