અમદાવાદ શહેરમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ધકેલી દેવા માટે અમદાવાદ પોલીસે કમર કસી છે, જેમાં અમદાવાદ પોલીસ કમિશરે ચંડોળા તળાવની મુલાકાત લીધી છે સાથે સાથે અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીઝી છે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત બાદ શહેર પોલીસ કમિશનરે મુલાકાત લીધી છે.

[[$googlead]]

અમદાવાદ પોલીસ કમિશનરે ચંડોળા વિસ્તારમાં કર્યું નિરીક્ષણ
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ આવેલું છે અને આ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે છેલ્લા બે દિવસમાં 800 કરતા વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે અને તેમને તેમના વતન પરત મોકલી દેવામાં આવશે, ત્યારે આજે ચંડોળા વિસ્તારમાં શહેર પોલીસ કમિશનર સાથે JCP, DCP પણ હાજર રહ્યા હતા અને અલગ-અલગ શેરીઓમાં જઈ જાતે તપાસ કરી હતી.

વટવામાં અમુક ગુનેગારો જાતે ઘર ખાલી કરીને જતા રહ્યાં
ડીસીપી ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા પણ લિસ્ટ મુજબના ગુનેગારોને અવાર નવાર ચેક કરી, કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવતા, ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ઝોન 06 પોલીસની અચાનક સરપ્રાઈઝ ચેકીંગ અને કોમ્બિંગની કાર્યવાહીથી વટવા ચાર માળિયા વિસ્તારમાં મકાન ધરાવતા અને પોલીસને જાણ કર્યા વગર ભાડે આપતા લોકોમાં ફફડાટ ફેલાતા, અમુક ભાડુઆત પોતાની સ્વેચ્છાએ મકાન ખાલી કરીને જતા રહેલ હોવાનું પણ જાણવા મળેલ છે. આ ગુનેગારોને ચેક કરવાની કાર્યવાહી કાયમી રોજ બરોજ ચાલુ રાખવામાં આવશે.

  • Follow us on: