અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પાસાને લઈ મોટી કાર્યવાહી કરી છે,જેમાં શહેરમાં શાંતિ સ્થાપવા અમદાવાદ શહેર પોલીસ કડક બની છે,જેમાં એક મહિનામાં PCBએ 150 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી,છે જેમાં ભુજ જેલમાં 40, રાજકોટ જેલમાં 30, સુરત જેલમાં 45 તેમજ વડોદરા જેલમાં 35 ઈસમોને પાસા હેઠળ ધકેલાયા છે તો 33 ઈસમો વિરૂદ્ધ તડીપારના હુકમ કરવામાં આવ્યા છે,માર્ચ ૨૦૨૫ સુધીમાં કુલ 267 જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે.
અમદાવાદ પીસીબીએ કરી મોટી કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓ દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ કસવા સારુ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ કરતા ઈસમો વિરુધ્ધ અટકાયતી પગલાઓનો અસરકારક અને દાખલારુપ ઉપયોગ થાય તે અંગે શહેરના તમામ સુપરવાઈઝરી અધિકારીઓ તેમજ થાણા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવેલી જે સુચનાઓની અમલવારી કરાવવા અર્થે અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા(પી.સી.બી.) દ્વારા શહેરના થાણા અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી આવી ગુનાહિત પ્રવૃતિ કરતા ઈસમોની પાસા-તડીપાર અંગેની દરખાસ્તો મંગાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલી અને પોલીસ કમિશનર સમક્ષ આ તમામ દરખાસ્તોને તેના ગુણદોષ આધારે સાદર કરવામાં આવેલી.
કુલ ૨૬૭ જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી
અસામાજીક તત્વો વિરુધ્ધની આ મુહિમના કારણે ફકત એક જ માસમાં એટલે કે ફકત માર્ચ મહિનામાંજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા શહેરના કુલ ૧૫૦ અસામાજીક તત્વોને પાસા હેઠળ રાજયની ભુજ જેલ ખાતે-૪૦, રાજકોટ જેલ ખાતે-૩૦, સુરત જેલ ખાતે-૪૫ તેમજ વડોદરા જેલ ખાતે-૩૫ ઈસમોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને કુલ ૩૩ ઈસમો વિરુધ્ધમાં તડીપારની કાર્યવાહી કરવા હુકમો કરવામાં આવ્યા છે. વધુમાં, ચાલુવર્ષ ૨૦૨૫ માં માર્ચ મહિના સુધીમાં કુલ ૨૬૭ જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ તેમજ કુલ ૪૦ ઈસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવેલા છે.










