અમદાવાદ શહેરમાં લોહિયાળ હત્યાનો બનાવ બન્યો હતો. અમદાવાદના ફતેવાડીમાં હત્યાની ઘટના મામલે પોલીસે 5 આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે. આ તમામ આરોપીનું પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે, જેમાં ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.


[[$googlead]]

અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 3 ભાઈઓએ ભેગા મળીને ભોગ બનનાર પરિવારના સભ્યો પર હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે 5 આરોપીઓનો વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. સમગ્ર ઘટનામાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરાર આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ફતેવાડીમાં શનિવારે રાત્રે હત્યાની ઘટના બનવા પામી છે. મહિલાની સામે જોઈને હસવા બાબતે અને ધંધાની અદાવતમાં બે પક્ષના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે ઝઘડાની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ત્રણ ભાઈઓ પર હથિયારો વડે હુમલો કરતા એકનું મોત નિપજ્યું હતું.

[[$alsoread]]
  • Follow us on: