• 20 ટકાથી વધુ પ્રેક્ષકો VVIP, સેલિબ્રિટી, બિઝનેસમેન રહેશે
  • ક્રિકેટ ટીમોની મુવમેન્ટ માટે પુરતી સુરક્ષા : CP
  • ખોટી ટિકિટનું વેચાણ ધ્યાને આવશે તો કાર્યવાહી થશે
અમદાવાદમાં 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત - પાકની મેચ રમાવવાની છે તે પહેલાં આતંકવાદીઓની ધમકીને લઈને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે. આ વચ્ચે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવા અંગે માહિતી આપી છે. તેમજ મેચ દરમિયાન અમદાવાદ પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે તેમ જણાવ્યું છે.

આ અંગે અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, સ્ટેડિયમમાં પોલીસની સાથે SRP, RAF, CRPF, CISF તૈનાત રહેશે. તેમજ ક્રિકેટ, કોમ્યુનલ બંદોબસ્ત માટે 7000 પોલીસ, 4000 હોમગાર્ડ તૈનાત રહેશે. આ ઉપરાંત કોમી એકતા જળવાઈ રહે તે માટે 3 દિવસ સમગ્ર શહેરમાં પહેલા બંદોબસ્ત રાખવામાં આવશે.

કેટલીક વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ 

જ્યારે સ્ટેડિયમની અંદર દર્શકો અંગેની માહિતી આપતા કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું કે, સ્ટેડિયમમાં ફેંકી શકાય તેવી વસ્તુ પ્રતિબંધ મુકાયો છે. તેમજ અયોગ્ય વ્યવહાર કરશે તો પગલા લેવાશે. બોડી વોર્ન કેમેરા, ડ્રોન, CCTV, મેટર ડિટેક્ટરથી મોનીટરીંગ કરવામાં આવશે. જ્યારે સ્ટેડિયમની અંદર અને બહાર BDDS, ડોગ સ્કવોર્ડથી ચેકીંગ કરવામાં આવશે.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાતી હોય તો તેમાં મેચ જોવા સવા લાખથી વધુ પ્રેક્ષકો આવશે તેવી ગણતરી છે. આ વચ્ચે 20 ટકાથી વધુ પ્રેક્ષકો VVIP, સેલિબ્રિટી, બિઝનેસમેન રહેશે. તેમજ VVIPને સ્ટેડિયમ સુધી લાવવા ખાસ તૈયારીઓ કરાશે તો ક્રિકેટ ટીમોની મુવમેન્ટ માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે.

સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે

શહેરમાં પણ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેના માટે શહેરની હોટલથી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન થી લઈ એરપોર્ટ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મેચ સંપૂર્ણ સુરક્ષા વચ્ચે શાંતિથી પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. 
  • Follow us on: