• અમદાવાદ શહેર પોલીસ યુદ્ધના ધોરણે કરશે કામગીરી
  • પોલીસવડા વિકાસ સહાયએ ક્રાઈમ બ્રાન્ચની મુલાકાત લીધી
  • મહારાષ્ટ્રમાં કરેલ ઓપરેશનને પોલીસ વડાએ બિરદાવ્યું
રાજ્યમાં ડ્રગ્સ મુદ્દે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં જ આશરે રૂ.500 કરોડનું ડ્રગ્સ અમદાવાદ પોલીસ અને DRI દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. આ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર નું ડ્રગ્સ મુદ્દે મળેલી બેઠક પર નિવેદન આપ્યું છે.

અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી જેના બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એન.મલિકે કહ્યું કે, ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે તે ચિંતાજનક બાબત છે. આ માટે ડ્રગ્સના દૂષણની સામે અમદાવાદ શહેર પોલીસ યુદ્ધના ધોરણે કામગીરી કરશે અને તેમાં સફળ પણ થશે.

નોંધનીય છે કે, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક કરી હાલમાં જ પકડવામાં આવેલા રૂ.500 કરોડના ડ્રગ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી.

આ સાથે જ પોલીસવડા વિકાસ સહાયએ ક્રાઈમ બ્રાન્ચની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં કરેલ ઓપરેશનને પોલીસ વડાએ બિરદાવ્યું હતું. અને ડ્રગ્સનું દુષણ અટકાવવા માટે પણ જરૂરી પગલાં ભરવા માટે પણ સૂચના આપી હતી. તેમજ આગામી સમયમાં પોલીસ દ્વારા આ પ્રકારને કડક કાર્યવાહી થતી રહે તેની વાત કરી હતી.

બીજી તરફ સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના દુષણ સામે કહ્યું કે, ડ્રગ્સરૂપી રાવણ સળગાવવા દશેરાની રાહ નથી જોતું, સવાર પડે એટલે પોલીસ રાવણ પકડે છે. ગુજરાત પોલીસે ડ્રગ્સરૂપી રાવણ પકડ્યા જ છે. પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. જેનું પરિણામ સામે છે.

  • Follow us on:

[[$googlead]]