અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરમાં રથ પૂજાનું આયોજન કરાયું છે. અક્ષય તૃતિયાનું પાવન પર્વ પર તૈયારીની શરૂઆત કરાઈ છે. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે. અખાત્રીજ પર ચંદનયાત્રાનું વિશેષ મહત્વ છે. ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે.જગન્નાથજીની ચંદનયાત્રામાં સાધુ-સંતો હાજર રહેશે.
જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો પણ હાજરી આપશે
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે છે. 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે. રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છે. ત્યારે આજે અખાત્રીજ પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ છે. પરંપરાગત રીતે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે. અખાત્રીજ પર ચંદનયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો પણ હાજરી આપશે.
148મી રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા હતાં. ગત 6 એપ્રિલે ભગવાનના મામેરા માટે સરસપુર ખાતે ડ્રો આયોજિત કરાયો હતો. જેમાં ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો હતો. 148મી રથયાત્રામાં મામેરુ કરવા માટે 6 જેટલા યજમાનો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા હતા. ભગવાનની 148મી રથયાત્રામાં મામેરુ કરવા માટે 6 યજમાનો દ્વારા નામ નોંધાવાયા હતાં. હવે આ રથયાત્રાના પ્રારંભની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.









