રાજ્ય શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા શાળા પ્રવાસ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવાના બદલે પ્રવાસ પર જ રોક લગાવી દેવાયો હોવાથી ભારે રોષ ફેલાયો છે.
શાળા પ્રવાસ અંગેની ઝડપથી માર્ગદર્શિકા જાહેર કરવા ટુર એસોસિએશન દ્વારા પણ કમિશનર ઓફ સ્કૂલ (COS)ની કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્યની હજારો શાળાના લાખો વિદ્યાર્થીઓના એડવાન્સમાં કરેલા પ્રવાસના આયોજનો ખેરવાઈ રહ્યાં હોવા છતાં COSના નિયમકનું પેટનું પાણી પણ હલતું ન હોવાના આક્ષેપ થયાં છે.










