રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરાયો છે. નિયામક કચેરીએ જારી કરેલા કાર્યક્રમ મુજબ, આગામી તા.28થી 30 નવેમ્બર દરમિયાન શિક્ષકો જિલ્લા ફેરબદલી માટે ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ તા.10 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન શાળા પસંદગી અને 13 ડિસેમ્બરના રોજ બદલીના ઓર્ડર ઈશ્ય કરવાનું આયોજન આજે જાહેર કરેલા કાર્યક્રમમાં કરાયું છે.


નિયામક કચેરીએ જારી કરેલી સૂચનાઓ મુજબ, જિલ્લા- મહાનગર- નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલી અંગે ઓનલાઇન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવી છે. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે, તે અંગે વિભાગ દ્વારા અલગથી જાહેરાત આપવામાં આવશે નહીં. સંબંધિત શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રોયાનતાની જગ્યા ખાલી હતો ત્યાં જ જિલ્લા ફેર બદલી (ઓનલાઇન) માટે અરજી કરી શકાશે.


  • Follow us on: