ગુજરાત પોલીસ બેડામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલ ગુજરાતની સૌથી મોટી સુરક્ષિત જેલ હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસ બેડાનું નાક કપાયું છે. ફરાર કેદીને વિરૂદ્ધ રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી બિમાર હોવાથી જેલની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. આ દરમિયાન તે પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. મનુજી ઠાકોર નામનો આરોપી હારીજમાં હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જેને લઇને રાણીપ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો આરોપી બીમારીનું બહાનું બનાવીને પોલીસને ચકમો આપી ચૂક્યો છે. ઓપન જેલ દવાખાને સારવાર લેવા ગયા બાદ કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર થવામાં સફળ રહ્યો છે. મનુજી ઠાકોર હારીજમાં હત્યા કેસના ગુનાની સજા ભોગવી રહ્યો હતો.













