- ગુજરાત યુનિવર્સિટી ખાતે મામલે મનોરંજન બેંકની નોટો ઉડાવી વિરોધ કર્યો
- પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ભાજપે બનાવ્યો શિષ્ટાચાર'ના પોસ્ટર સાથે પ્રદર્શન
- ધરણાં વખતે પોલીસને બળપ્રયોગ કરવાની જરુર પડી હતી
નીટ રદ્ કરો, 23 લાખ વિદ્યાર્થીઓને ન્યાય આપો'ની માગ સાથે ગુજરાત કોંગ્રેસે યુનિવર્સિટી ખાતે શુક્રવારે ધરણાં પ્રદર્શન યોજ્યા હતા. 'પૈસા દો, પેપર લો, પૈસા દો, પ્રવેશ મેળવો'ના સૂત્રો સાથે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને વિદ્યાર્થી-વાલીઓની વેદનાને વાચા આપવા પ્રતીકાત્મકરૂપે મનોરંજન બેંકની નોટો ઉડાડીને વિરોધ કરાયો હતો.
ધરણાં વખતે પોલીસને બળપ્રયોગ કરવાની જરુર પડી હતી ધરણા દરમ્યાન સંખ્યાબંધ કાર્યકરો-આગેવાનોની અટકાયત કરાઈ હતી તાજેતરમાં નીટ પરીક્ષાના મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે જેના ભાગ રુપે કોંગ્રેસે શુક્રવારે ગુજરાત યુનિ. બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક રોકવા સખ્ત કાયદો બનાવો જેવા બેનર-પોસ્ટર સાથે એનએસયુઆઈ, યૂથ કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો.










