- સોલા પોલીસ સ્ટેશનના PSO શામળ ગાંડાભાઈ કરાયા સસ્પેન્ડ
- PSOની બેદરકારી લઈ આરોપી ફરાર થયો હતો
- PSO સામે ખાતાકીય તપાસ આપી ફરજ મોકૂફ કર્યા
અમદાવાદ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સોલા પોલીસે ઝડપાયેલો આરોપી ફરાર થઇ જતા સોલા પોલીસ દોડતી થઇ ગઈ છે. સોલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થવા મામલે સોલા પોલીસ સ્ટેશનના PSO શામળ ગાંડાભાઈ સસ્પેન્ડ કરાયા છે.
PSO સામે ખાતાકીય તપાસ આપી ફરજ મોકૂફ કર્યા
અમદાવાદ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સોલા પોલીસે ઝડપાયેલો આરોપી ફરાર થઇ જતા સોલા પોલીસ દોડતી થઇ ગઈ છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના ગુનેગારની સોલા પોલીસે 10 જુલાઈએ અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હોય તેની તપાસ ચાલતી હતી. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનના PSO શામળ ગાંડાભાઈ સામે ખાતાકીય તપાસ આપી ફરજ મોકૂફ કર્યા છે.
સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી બાથરૂમની બારીની ગ્રીલ તોડી ફરાર
શનિવારે વહેલી સવારે આઠ વાગે આસપાસ મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે પીએસઓ ને લોકઅપ ની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયો હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી આઝાદ માટે મોકલ્યો હતો. ત્યાં દસ મિનિટ સુધી તે બહાર ન આવતા પોલીસને શંકા જતા દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી
ફરજ પર હાજર પોલીસ કર્મીએ આ બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં ઝડપાયેલા આરોપી સામે ગત જુન મહિનામાં એક ગુનો નોંધાયો હતો, જેમાં તે સગીર વયની યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે મામલે સોલા હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં બાંધકામની સાઈટ ઉપર હોવાની માહિતીના આધારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બનતાની સાથે જ પોલીસે આરોપીને પકડવા અલગ-અલગ દિશામાં શોધખોળ હાથ ધરી છે.
પોલીસ આરોપીને ક્યારે પકડશે તે એક સવાલ?
મહત્વનું છે કે થોડાક સમય પહેલા ખાડિયાના કુખ્યાત મર્ડરના આરોપી મોન્ટુ નામદારની પણ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ઘટના સામે આવી હતી, જોકે તે કેસમાં પોલીસ કર્મીઓની સંડોવણી હોવાથી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી તો બીજી તરફ કચ્છ પોલીસના કબ્જામાંથી નીતા ચૌધરી નામના મહિલા પોલીસ કર્મી ફરાર છે. જેને પોલીસ શોધી શકી નથી તેવામાં બળાત્કારના ફરાર આરોપીને પોલીસ ક્યારે ઝડપી પાડે છે તે જોવુ મહત્વનું છે.













