અમદાવાદના ઓઢવમાં ડિમોલિશન કામગીરીને લઈને રબારી સમાજના અગ્રણી જુદા રાગનો આલપ કરતાં જોવા મળ્યા. ઓઢવના રબારી સમાજના અગ્રણી હરીશ દેસાઈએ યુવાનોને વાણી વિલાસ ન કરવાની અપીલ કરી. મનપાએ છેલ્લા 2 દિવસમાં ઓઢવમાં ડિમોલિશન હાથ ધરતા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા. ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. દરમ્યાન કોંગ્રેસ અને આપ પક્ષના નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી.અને સ્થાનિકોને સહાય કરવાનું આશ્વાસન આપ્યું.
ઓઢવમાં ડિમોલિશન
રાજ્યમાં દાદાના બુલડઝોરે ઝપાટો બોલાવ્યો છે. દ્વારકા, જામનગર બાદ અંબાજી અને અમદાવાદમાં પણ ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. અમદાવાદના ઓઢવમાં મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરાતા આ વિસ્તારમાં રહેતા રબારી સમાજના લોકો રોષ જોવા મળ્યો. આ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે અમને લેખિત નોટિસ આપ્યા વગર તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી.અને ડિમોલિશન દરમ્યાન રહેવાસી રબારી સમાજના લોકોની વ્યથા સાંભળવા જુદીજુદી પાર્ટીના નેતાઓ આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે રબારી સમાજના અગ્રણીએ જણાવ્યું કે નેતાઓ ફક્ત અંહી ટોળું ભેગું કરવા આવે છે લોકોને સલાહ આપી જતા રહે છે. સમાજના અગ્રણી હરીશ દેસાઈએ કહ્યું કે મારું સૌને નિવેદન છે કે આપણી માંગણી છે 20 ફૂટનો રોડ અને રાહત દર થી મકાન આપો.
અગ્રણીની અપીલ
અગ્રણીએ વધુમાં કહ્યું કે આ સમસ્યાને લઈને અમે આગેવાનો જગદીશ વિશ્વકર્મા પાસે ગયા હતા. ડિમોલિશનની કામગીરીને લઈને તેમણે મુખ્યમંત્રી સાથે મીટિંગ પણ કરી છે. અને અસરગ્રસ્ત તમામને રાહત દરે મકાન માટે પણ કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું આ મામલે કમિશનરને ફોન કરીને સૂચના આપી છે.જ્યાં સુધી મકાનની માંગ અને 20ફૂટના રોડની માંગ પૂરી ના થાય ત્યાં સુધી એક ઈંટ પણ હલવી ના જોઈએ.મનપાએ એસ્ટેટ કમિટી ચેરમેનને મોકલ્યા હતા તેમણે પણ એમને સાંભળ્યા.તેમણે પણ આ પ્રક્રિયા બંધ કરાવી દીધી છે. ડિમોલિશનને લઈને અમારો કોઈ વિરોધ કે અણગમો નથી. જે લોકો આ કામગીરી કરવા માંગે છે તેમને વિનંતી છે કે સંયમ રાખો વાણી વિલાસ ના કરો.
સ્થાનિકોમાં રોષ
નોંધનીય છે કે મનપા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ડિમોલિશનને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોએ કહ્યું હતું કે,કડકડતી ઠંડીમાં અમને ઘર વિહોણા કરવામાં આવે છે. આવી ઠંડીમાં તેમના બાળકો અને વૃદ્ધોને વધુ અસર થશે.અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મનપા દ્વારા મોટા પ્રમાણમાં ડીમોલિશન કામગીરી હાથ ધરાઈ. ઓઢવમાં મનપાની ડીમોલિશની કામગીરી મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ ડીમોલિશન મુદ્દે મનપા દ્વારા મનમાની કરાતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો.ઓઢવમાં ડિમોલિશનને લઈને રબારી સમાજના અગ્રણી દ્વારા માંગ સાથે રજૂઆત કરવામાં આવી.









