ગુજરાતમા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને કરા પડવાની સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યમાં વરસાદને લઈને નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરાયું છે. વીજળીના કડાકા સાથે કરા પડવાની આગાહી કરાઈ છે. કચ્છ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, દિવ, અમદાવાદ,ખેડા, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.


[[$googlead]]

ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરુચ, નર્મદા, દાહોદ, મોરબી, રાજકોટમાં વરસાદની સંભાવનાઓ છે.અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, દ્વારકા, પોરબંદર, બોટાદ,ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા,છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

વીજવાયર અને વીજ પોલ પણ ધરાશાયી થયાં

આજે સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાંધીનગરના માણસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા છે. નવા બનેલા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયાં છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો અને સાઈડ હોર્ડિંગ ધરાશાયી થયાં છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે. વીજવાયર અને વીજ પોલ પણ ધરાશાયી થયાં છે. ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ મંડપ પણ પડી ગયાં છે.

વડોદરામાં ગઈકાલે પાંચ કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

વડોદરામાં ગઈકાલે પાંચ કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને વરસાદમાં 3 લોકોના મોત નિપજ્યાં હતાં. શહેરના સુભાનપુરામાં જીતેશ મોરેનું કરંટ લાગતા મોત,સોમા તળાવમાં હોર્ડિંગ પડતા ગીરીશ ચૌરેનું મોત અને રાજમહેલ રોડ પર પરબત ડાંગરનું મોત નિપજ્યું હતું. દર્શનમ ક્રોસ રોડની રેલિંગો અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ હતી. જ્યારે પ્રતાપનગરમાં 5થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતાં.

રાજકોટમાં ગઈકાલે વીજળી ગુલ થઈ હતી

રાજકોટમાં ગઈકાલે રાત્રે તોફાની પવન સાથે વરસાદ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે થયેલા વરસાદને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. આજે પણ ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તેવી સંભાવના છે. બનાસકાંઠા જિલ્લાામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદ ડીસા, લાખણી, દિયોદર, ભાભર, સુઈગાવ, વાવમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.


  • Follow us on: