પોકસો એકટના કાયદામાં ભોગ બનેલ કિશોરીનું સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન લેવું ફરજિયાત હોવા છતા વટવા પોલીસ દ્વારા લેવામાં આવ્યુ ન હોવાનુ સ્પેશિયલ પોકસો કોર્ટના રેકર્ડ ઉપર આવ્યુ છે.
અમદાવાદ પોકસો કોર્ટના જજ અસ્મિકાબેન બી.ભટ્ટે આરોપી ગુલાબ ચૌહાણને નિર્દોષ છોડી મુકતા ચુકાદામાં નોંધ્યુ હતુ કે, પોકસોના કેસમાં એફએસએલનો પરીક્ષણ અહેવાલ કેસમાં રજૂ કરવામાં આવ્યો નથી. આરોપી અને ભોગ બનનારના મેડીકલ નમૂના કબજે કર્યાનું પંચનામું રજૂ થયુ છે પરંતુ પંચનામાની વિગતે કબજે કરલે મુદ્દામલ આરોપીને ગુના સાથે સાંકળે તેવો કોઈ એફએસએલનો પરીક્ષણ અહેવાલ ફરિયાદપક્ષે રજુ કર્યો નથી. આ ગુનાના કામે અતિ મહત્વનું કહી શકાય તેવું ભોગ બનનારનું સીઆરપીસીની કલમ 164 મુજબનું નિવેદન ગુના કામે તપાસના કામે લેવાયેલ નથી.જે પોલીસ અધિકારીએ કેસની તપાસ કરી હતી તેમને કેસમાં તપાસમાં આવ્યા નથી. જયારે અન્ય પોલીસ અધિકારીએ તપાસની અધૂરી તપાસ કરી હતી તેમની જુબાની લેવામાં આવી હતી. આમ આવા ગંભીર કેસમાં તપાસનીશ અધિકારીની ગંભીર બેદરકારી કેસમાં જુબાની દરમ્યાન બહાર આવી હતી.










