- આવ્યો રૂડો અષાઢી બીજનો પાવન પર્વ
- અમદાવાદની શેરીઓ જામ્યો ભક્તિનો માહોલ
- પુરી બાદ અમદાવાદમાં રથયાત્રા સૌથી મોટી
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ રહી છે. જેમાં અમદાવાદના માર્ગ પર ભગવાન જગન્નાથ ફરવા નિકળશે. ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ ભગવાન નિકળશે. પુરી બાદ અમદાવાદમાં રથયાત્રા સૌથી મોટી નિકળે છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળે છે. ભગવાન જગન્નાથ નગરજનોના ખબર-અંતર પૂછશે.
નીજ મંદિરથી નિકળી શહેરભરમાં ભગવાનની રથયાત્રા ફરશે
નીજ મંદિરથી નિકળી શહેરભરમાં ભગવાનની રથયાત્રા ફરશે. અમદાવાદના જમાલપુર સ્થિત નીજ મંદિરમાં ભગવાન બિરાજમાન છે. રથયાત્રાને લઇ અમદાવાદમાં ભક્તિમય વાતાવરણ બન્યુ છે. કોટ વિસ્તારમાં રથયાત્રાનું અનોખુ મહત્વ છે. જેમાં અમદાવાદના માર્ગો પર ભગવાન ભ્રમણ કરશે. જમાલપુર ખાતે નીજમાં મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયુ છે. જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે. નાથની નગરયાત્રા વાજતે ગાજતે નીકળશે. નિજ મંદિર પહોંચ્યા બાદ ભક્તો દર્શન કરી શકશે. તેમાં સૌપ્રથમ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરાશે.
જગન્નાથની આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહેશે
સવારે 4.00 કલાકે ભગવાન જગન્નાથની મંગળા આરતી થશે. જગન્નાથની આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહેશે. ત્યારબાદ 4.30 કલાકે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાશે. 5.00 કલાકે ભગવાનની નેત્રોત્સવ વિધી કરાશે. ભગવાનની આંખ પરથી પાટા ખોલવામાં આવશે. 5.30 કલાકે ભગવાનને પ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા થશે. સવારે 7.5 કલાકે ભગવાનના રથની પહિંદવિધી કરાશે. જેમાં સોનાની સાવરણીથી રથની સફાઇ થાય છે . પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી પહિંદવિધી કરે છે. પહિંદવિધી બાદ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરયાત્રાએ જશે.









