- આવતીકાલે અને 6 જુલાઈએ પણ યોજાશે રિહર્સલ
- સુરક્ષા વ્યવસ્થાની તમામ ચકાસણી કરવામાં આવી રહી છે
- બહારથી પણ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો
રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે પોલીસ દ્રારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.અમદાવાદની રથયાત્રામાં બહારથી પણ પોલીસ ફોર્સ મંગાવવામાં આવી છે.20 એસઆરપીની કંપની બહારથી મળી છે.BSF,RAF,CISFની કંપની પણ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાશે.
1400થી વધુ CCTV કેમરા સમગ્ર રૂટ પર છે
તમામ CCTVનું લાઇવ સ્ક્રીનિંગ કન્ટ્રોલ રૂમ,સર્કિટ હાઉસ અને DG ઓફિસમાં થશે,ડ્રોનનો પણ ઉપયોગ સમગ્ર રૂટની સુરક્ષામાં કરવામાં આવશે.સરસપુરમાં ભારે ભીડ હોય છે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ પબ્લિક પર થોડુ રીસ્ટ્રીકશન રાખીશું.

રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ
રથયાત્રા પહેલા પોલીસના રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે.
સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા
માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બીજા નંબરની અમદાવાદની રથયાત્રા
ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.
5 જુલાઈએ શું પ્રોગામ રહેશે
1-ભગવાન જગન્નાથના સવારે 8 વાગે નેત્રોત્સવ થશે
2-9 વાગે ગજરાજ પૂજન, 11 વાગે ભંડારો રાખવામાં આવશે
6 જુલાઈએ શું પ્રોગામ રહેશે
1-સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે
2-10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે
3-બપોરે 2.30 વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે
4-સાંજે 7 વાગે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે
7 જુલાઈ રથયાત્રાના દિવસે શું પ્રોગામ રહેશે
1-સવારે 4.30 વાગે ખીચડીનો ભોગ અને 5 વાગે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે
2-સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે
3-સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે
4- પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે
અન્ય કોણ-કોણ જોડાશે રથયાત્રામાં









