• અખાડાના કરતબો જોવા માટે લોકોની ભીડ ઉમટી
  • યુવાનોના અવનવા કરતબો જોઈ લોકો ખુશ થયા
  • રથયાત્રામાં અવનવા કરતબો કરી લોકોના દિલ જીત્યા

અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક કાલુપુર પહોંચ્યા છે.રથયાત્રાના શણગારેલા ગજરાજ, ટ્રક અને કરતબ દેખાડતા અખાડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ભાવનગરમાં મહિલા અખાડાઓએ જમાવ્યું આકર્ષણ

ભાવનગર શહેરમાં પણ જગન્નાથજીની રથયાત્રામાં આ વખતે અખાડા મહિલાઓ પણ કરતબ બતાવી હતી. મહત્ત્વનું છે કે, ભાવનગરમાં છેલ્લા બે વર્ષેથી રથયાત્રામાં અખાડાના દાવપેચમાં દુર્ગવાહિની દિકરીઓ પણ જોડાઈ છે. રથયાત્રામાં આ વર્ષે દુર્ગાવાહિનીની 40 દિકરીઓ પણ અખાડાના કરતબમાં જોડાઈ છે. છેલ્લા 15 દિવસથી ભાઈઓ અને બહેનો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી.


અખાડાનો માહોલ અનોખો છે

અમદાવાદમાં 146મી જગન્નાથજી રથયાત્રા આજે નિકળી છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં અખાડાઓ અને કરતબાજો અનોખા-અનોખા કરતબો કરતા જોવા મળ્યા છે.રથયાત્રા પોતાના નિત્ય રૂટ પર ધીમે ધીમે આગળ વધી રહી છે. ગજરાજો આગળ વધ્યા બાદ ટ્રક જોડાયા હતા અને બાદમાં અખાડા અને કરતબબાજો રથયાત્રામાં જોડાયા હતા.અખાડામાં હાજર પહેલવાનોની સાથે કરતબાજો દ્વારા અનેકવિધ કરતબો કરવામાં આવ્યા હતા. વિવિધ કરતબો જોઇને ભાવિ ભક્તોના ચહેરા આશ્ચર્ય સાથે હર્ષથી ખીલી ઉઠ્યા હતા.


ભકતોમાં અનોખી શ્રધ્ધા

ભગવાન જ્યારે નગરચર્યાએ નિકળે ત્યારે નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે. રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા.

18 ભજનમંડળીઓ જોડાઈ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.


  • Follow us on: