- અમદાવાદમાં ચાલુ રથયાત્રા દરમિયાન બે એમ્બ્યુલન્સ ફસાઈ હતી
- સ્થાનિકોએ એમ્બ્યુલન્સ જોતાની સાથે જ રસ્તો કરી આપ્યો
- રસ્તો ખુલ્લો કરીને માનવતા મહેકાવી ભકતોએ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી ઉજવાઈ રહી છે,તેની વચ્ચે રથયાત્રા રૂટ પર એમ્બ્યુલન્સ ફસાતા ભકતોએ રસ્તો કરી આપ્યો હતો,આટલા માનવમહેરામણની વચ્ચે પણ 108 સરળતાથી નિકળી ગઈ હતી તો એમ્બ્યુલન્સનો પાયલોટ પણ તેના સ્થળે સમયસર પહોંચી ગયો હતો.
પોલીસ અને સ્થાનિકોનો મળ્યો સપોર્ટ
અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો બેભાન થઈ ઢળી પડયા હતા, 5થી વધુ બાળકો વિખૂટાં પપડયા છે, 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો.કાલુપુરમાં રથયાત્રા રૂટમાં ફરી એક એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો.
મોસાળ સરસપુરમાં રથનું આગમન
ભગવાનના રથ મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે. સરસપુર બ્રિજ પર ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે. લુહાર શેરીમાં રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો છે.
ગજરાજ સરસપુર પહોંચ્યા
રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચી ગયા છે. ગજરાજના આગમન સાથે જ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા લગાવ્યા હતા. ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.
મુંબઈમાં પણ બે દિવસ પહેલા આવી જ રીતે એમ્બ્યુલન્સ ફસાઈ હતી
ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ જિતીને મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સુધીનો રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મરીન ડ્રાઈવ ખાતે ક્રિકેટપ્રેમીઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ક્રિકેટપ્રેમીઓની એટલી ભીડ હતી કે એક કીડી પણ એમાં ઘૂસી ના શકે. પરંતુ મુંબઈ તો મુંબઈ છે બોસ, આટલી ભીડમાં પણ મુંબઈગરાએ પોતાનું સ્પિરીટ દેખાડીને માનવતાને મહેંકાવી હતી.









