- લાલ રંગના જરદોષી વર્કના કલાત્મક વાઘા તૈયાર
- રજવાડી પાઘડી પહેરશે ભગવાન જગન્નાથ
- રાજસ્થાની સુંદર ડિઝાઇનના ઘરેણાં પહેરશે
અમદાવાદમાં 7 જૂલાઈના રોજ ભગવના જગન્નાથની રથયાત્રા નિકળશે ત્યારે રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા પણ તૈયાર થઈ ગયા છે.અમદાવાદના જ કારીગરો દ્વારા તૈયાર કરાયા છે વાઘા.રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ રજવાડી વેશે નગરજનોને આપશે દર્શન.ભગવાન જગન્નાથજીના 7 જોડી વાઘા કરાયા તૈયાર છે.
જગન્નાથના સુંદર વાઘા થઈ રહ્યા છે તૈયાર
રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા છે તૈયાર.આસમાની કલર , વાઇટ રેડ, વેલવેટ , ગઝીસિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.બનારસ, વૃંદાવન, મથુરા બેંગ્લોર હૈદરાબાદના કાપડથી વાઘા કરાયા તૈયાર છે.તો ડાયમંડ,જરદોષી, મોતી વર્ક, ઝરી વર્કથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે.દોઢ મહિનાની મહેનત બાદ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.જોધપુરી જવેલરી ભગવાન જગનાથજી માટે કરાઈ તૈયાર.20 વર્ષથી ભગવાન જગન્નાથના અમદાવાદના સુનિલ ભાઈ બનાવે છે સુંદર વાઘા.

સુનિલભાઈ કારીગર તૈયાર કરે છે વાઘા
સુનિલભાઈ નામના કારીગર છેલ્લા 20 વર્ષથી ભગવાનનાં વાઘા બનાવી રહ્યા છે. નવા રથમાં ભગવાન જગન્નાથજી લાલ રંગના વાઘા પહેરશે. બીજના દિવસે મંગળા આરતીમાં ભગવાન જગન્નાથજી ગજી સિલ્કના વાઘા પહેરશે.અમદાવાદના કારીગરો દ્વારા વાઘામાં વર્ક કરવામાં આવ્યું . જગન્નાથજી ભગવાન નાં વાઘા માં રેશમ વર્ક અને બનારસી સિલ્ક અને ગજીશિલ્ક વર્ક છે. ભાગવાના વાઘાની સાથે પાઘડી અને મુંઘટમાં પણ વિશેષ વર્ક કરવામાં આવ્યું છે.
એકમના દિવસે વિશેષ વાઘા પહેરશે ભગવાન
એકમ બીજ અને ત્રીજના દિવસે ભગવાનના વિશેષ વાઘા અને પાઘ બનીને તૈયાર થઈ ગયા છે. રજવાડી અને ગુજરાતી અને 3 છોગા વાળી પાઘ સાથે જગન્નાથ દર્શન આપશે . અમાસના દિવસે મોરપીંછ કલરના ડાયમંડ વાળા વાઘા રેશમ વર્ક થી તૈયાર કરાયેલા વાઘા તૈયાર કરવામાં આવ્યા અમાસના દિવસે એક છોગાની પાઘ ભગવાનને ધારણ કરવામાં આવશે.એકમના દિવસે રાણી કલરના વેલ્વેટ ના કસબ વર્કના વાઘા સોનાવે સ્વરૂપે ક્રોસ છોગા વાડી પાઘમાં દર્શન આપશે. બીજના દિવસે ગજી સિલ્કમાં તૈયાર કરવામાં આવેલ હેન્ડ વર્ક અને મશીન વર્ક થી તૈયાર કરાયેલા મોરની ડિઝાઇનના વાઘા મંગળા આરતી સમયે ધારણ કરાવાશે આ ઉપરાંત ડાયમંડના મુગટ હેન્ડ વર્ક થી તૈયાર કરવામાં આવેલા મુગટ ધારણ કરવામાં આવશે.

લાલ રંગના વાઘા તૈયાર
રથયાત્રા સમયે લાલ રંગના વાઘા મખમલના મોરની ડિઝાઇનના રેશમ વર્કના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે નગરયાત્રા દરમિયાન ભગવાન છોગાવાળી પાઘમાં અલૌકિક દર્શન આપશે. નગરયાત્રા કર્યા બાદ ત્રીજના દિવસે ભગવાન પીદા પીતાંબરમાં વસ્ત્રો ધારણ કરશે જેમાં પેચ વર્ક અને રેશમ વર્ક કરવામાં આવ્યા છે આ દિવસે ચાર છોગા વાળી પાઘ ભગવાનને અર્પણ કરાશે









