અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જગતનો નાથ આ દિવસે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી સાથે આ દિવસે નગરયાત્રા માટે નીકળે છે. ત્યારે આજે ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા હતા.


[[$googlead]]

કોઈ પણ વ્યક્તિ આ રથયાત્રાનાં એક વાર દર્શન કરે છે તો તેના ભવો ભવનાં પાપ બસ આ રથયાત્રાના દર્શન માત્રથી જ ધોવાઈ જાય છે. ત્યારે આ પવિત્ર રથયાત્રાનાં દર્શન તમે જ સંદેશ ન્યૂઝ પર ઘરે બેઠા જ કરી શકો છો. સંદેશ ન્યૂઝ પર દિવસભર તમને રથયાત્રાનાં દર્શન કરાવવામાં આવશે. રાજવી વેશમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથ નંદિધોષ રથમાં સવાર છે.ભગવાનના બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થયા છે અને ભગવાનના મોટા ભાઇ બળભદ્રજી તલધ્વજ રથમાં સવાર છે.


[[$alsoread]]


  • Follow us on: