- રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની તૈયારીઓ
- નદીકાંઠે વિશાળ ડોમ, સ્ટેજ બાંધવાની કામગીરી કરાઈ શરૂ
- મંદિરથી રિવરફ્રન્ટના માર્ગો સુધી કરાઈ તૈયારીઓ
22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા,આ જળયાત્રામાં સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી જળયાત્રામાં રહેશે હાજર.આ જળયાત્રામાં પૂર્વ. ડે.સીએમ નીતિન પટેલ ,ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારી રહેશે હાજર.108 કળશ,ભજન મંડળી ,ગજરાજો સહિતની મંદિરથી યાત્રા નિકળી જશે રિવરફ્રન્ટ પર,તો મંદિરથી રિવરફ્રન્ટ જવાના માર્ગો પર પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
તૈયારીઓને આખરી ઓપ
ભગવાન શ્રીજગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક એવં ઐતિહાસિક 147મી રથયાત્રા અષાઢ સુદ બીજ તારીખ 7-7-2024એ રવિવારનાં રોજ નિકળશે. રથયાત્રા મહોત્સવ પૂર્વેનો અતિ મહત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ તારીખ 22-06-2024 શનિવારનાં રોજ ઉજવાશે. આ વખતે મહોત્સવના મુખ્ય અતિથિ જગદ્ગુરુ કૈવલ જ્ઞાનપીઠાધીશ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યજી મહારાજ જળયાત્રામાં ઉપસ્થિત રહેશે.

સંતો અને રાજકીય આગેવાનો રહેશે હાજર
જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરનાં આરે ગંગાપૂજન કરવા નિકળશે. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી ભગવાન શ્રીજગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે. તે પછી શ્રીગણેશજીના સ્વરૂપમાં ભગવાન શ્રીજગન્નાથજીના અતિવિશિષ્ઠ-ગજવેશ શણગારના દર્શન થશે. આ દિવ્ય પ્રસંગે દર્શનનો લાભ લેવા આપ સૌને આમંત્રણ છે.

જળયાત્રાના કાર્યક્રમ
સવારે 8 વાગ્યે શોભાયાત્રા પ્રારંભ થશે
સવારે 8.30 વાગ્યે ગંગાપૂજન વિધિ થશે
સવારે 10 વાગ્યે મહાજલાભિષેક થશે
સવારે 11 વાગ્યે ગજવેશ દર્શન થશે
બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ શરૂ થશે









