ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા માહોલની વચ્ચે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ સરકારી હોસ્પિટલને સ્ટેન્ડ બાય રહેવા માટે થઈને સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. જેના અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ ટેરેસ ઉપર રેડ સિમ્બોલ (રેડક્રોસ) બનાવવામાં આવ્યો છે.


[[$googlead]]

તમામ સ્ટાફની રજાઓ કેન્સલ કરવામાં આવી

કદાચ કટોકટી અને ઈમરજન્સીના સમયે હોસ્પિટલનું લોકેશન આઈડેન્ટીફાઈવ થઈ શકે અને ઈન્ડિયન એરફોર્સને હવામાંથી જ દૂરથી જ ખબર પડે કે અહીંયા કોઈ હોસ્પિટલ આવેલી છે, તે માટે થઈને તમામ સરકારી હોસ્પિટલના ટેરેસ પર રેડ ક્રોસનો મોટો સિમ્બોલ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં હોસ્પિટલના તમામ સ્ટાફની રજાઓ પણ સરકાર દ્વારા કેન્સલ કરવામાં આવી છે, તેમજ દરેક વિભાગમાં ઈમરજન્સી, આઈસીયુ, ઓપરેશન થિયેટર કે પછી એમ.આર.આઈ, સીટી સ્કેન, એક્સ રે તમામ વિભાગમાં સ્ટેન્ડ બાય રહેવા માટે પણ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે.

[[$alsoread]]

કાશ્મીરના પહલગામના આતંકી હુમલાની અસર અમરનાથ યાત્રા પર

બીજી તરફ કાશ્મીરના પહલગામના આતંકી હુમલાની અસર અમરનાથ યાત્રા પર પણ જોવા મળી રહી છે. અમરનાથ જનારા યાત્રિકોમાં પણ આતંકી હુમલાનો ડર જોવા મળી રહ્યો છે. યાત્રિકો સોલા સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે મોટા પ્રમાણમાં આવતા હોય છે, જો કે મેડીકલ ચેકઅપ બાદ ફિટનેસ સર્ટિફિકેટ માટે આવતા યાત્રિકોની હોસ્પિટલમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી માત્ર 2 કે 3 યાત્રિકો મેડિકલ ફિટનેસ સર્ટીફીકેટ માટે આવ્યા હતા. અગાઉ સોલા સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે રોજના 20થી 40 કેસ આવતા હતા. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રિકો માટે મેડિકલ ચેકઅપ અને ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું હતું. 1 એપ્રિલથી અત્યાર સુધીમાં સોલા સિવિલ હોસ્પિટલમાથી 174 યાત્રિકોને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા છે. અમરનાથ યાત્રાનો એક રૂટ પહલગામ થઈને જવાનો હોવાથી યાત્રિકોમાં પણ ડરનો માહોલ છે.

  • Follow us on: