સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ માટે લાગુ કરેલા જીકાસ પોર્ટલના તૂતમાં વિદ્યાર્થીઓની સુવિધા વધારવાને બદલે સતત મુશ્કેલી પડતાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા નિરંતર ખોરંભે પડી છે. ભારે વિલંબ બાદ પીએચડીમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલમાં રજિસ્ટ્રેશની પ્રક્રિયા શરૂ કરાઈ, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ફાઇનલ રજિસ્ટ્રેશન થતુ નથી.
ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ જીકાસ બાદ સમર્થ પોર્ટલમાં પણ રજિસ્ટ્રેશન કરાવવુ પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. યુનિવર્સિટી દ્વારા સમર્થ પોર્ટલમાં રજિસ્ટ્રેશન શરૂ કરવામાં હજુ ચાર-પાંચ દિવસ લાગે તેવી સ્થિતિ છે. આમ બે-બે વખત વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવુ પડશે અને હેરાનગતિનો સામનો કરવો પડશે.










