પીવાના પાણીનો વેડફાટ થવાના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલા જળવિતરણ કેન્દ્રમાં ઓવરહેડ તેમજ અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ આવેલી છે.
પરંતુ બુધવારે પાણી ઊભરાઈને લાખો લિટર પાણી સીધું ગટરમાં વહી જાય છે. પરંતુ તેની કાળજી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી નથી અને પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. જેના કારણે લોકોને પાણીની અછત જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ પાણીનો વ્યય અટકાવવા માટે તંત્ર તાકીદે કામગીરી કરે તેવી સ્થાનિકોની માંગણી રહેલી છે.
એક તરફ કાળઝાળ ગરમીમાં પીવાના પાણી અપૂરતા પ્રેશર આવવાની ફરિયાદો અનેક વિસ્તારોમાંથી આવી રહી છે. તેવા સમયમાં પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં જતું જોઇને આસપાસમાંથી પસાર થતાં સ્થાનિકો અને રાહદારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે ઈન્દ્રપુરીમાં સીટીએમ વિસ્તારમાં કુશભાઉ ઠાકરે હોલની સામે આવેલા જળવિતરણ કેન્દ્ર પરથી પીવાના પાણીની લાઈન સમગ્ર વિસ્તારમાં વિતરણ કરવા માટે જઈ રહી છે. આ વચ્ચે તે ઊભરાઈ જવાના કારણે બુધવારે સવારે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. એટલું જ નહીં પીવાનું પાણી 500 મીટર સુધી ફેલાઈને ગટરમાં જઈ રહ્યું હતું. જેના કારણે લોકોને પીવાના પાણીની તંગીની અસર જોવા મળી રહી છે. એક તરફ તંત્ર દ્વારા પાણી બચાવો જેવી વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પાણીનો વ્યય અટકાવવામાં તંત્ર સંદતર નિષ્ફળ જઈ રહી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ અંગે અધિકારીઓને સ્થાનિકોએ જણા કરી હોવા છતાં પણ કલાકો સુધી પાણી વેડફાટ જોવા મળી રહ્યો હતો.