ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની વિન્ટર સેમેસ્ટર પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 313 વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કે વિવિધ લેવલની સજા સંભળાવ્યાં બાદ આગામી તા.30મી જાન્યુઆરીથી ત્રણ દિવસની સુનાવણી રાખવામાં આવી છે.


રૂબરૂ સુનાવણી બાદ ફાઈનલ સજા સંભળાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે લેવાયેલ નિર્ણય મુજબ 181 જેટલા વિદ્યાર્થીઓનું વિન્ટર સેમેસ્ટનું પરિણામ રદ કરવા સાથે વધુ એક આગામી સેમેસ્ટરની પરીક્ષા આપવા પર રોક લાગી શકે છે.ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી સહિતના વિવિધ કોર્સની વિન્ટર સેમેસ્ટર પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરનાર ઝડપાયેલ 313 વિદ્યાર્થીઓને વિવિધ લેવલની પ્રાથમિક તબક્કે સજા અપાઈ છે. 20 વિદ્યાર્થીઓને જે તે વિષયનું પરિણામ રદ કરવાની લેવલ-1ની સજા કરવામાં આવી છે. 105 વિદ્યાર્થીઓનું લેવલ-2ની સજા હેઠળ તમામ વિષયનું એક સેમેસ્ટરનું પરિણામ રદ કરવામાં આવ્યુ છે. 181 વિદ્યાર્થીઓને લેવલ-3ની સજા આપવામાં આવી છે. આ સજા હેઠળ વિન્ટર સેમેસ્ટરનું તમામ વિષયનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી વધુ એક સેમેસ્ટરની પરીક્ષા આપવા પર રોક લગાવવામાં આવ્યો છે. એ સિવાયનાં 7 વિદ્યાર્થીઓને લેવલ-7ની સજા કરવામાં આવી છે. લેવલ-7ની સજામાં કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. માટે રૂબરૂ સુનાવણી દરમિયાન ગંભીરતાના આધારે સજાનો નિર્ણય કરવામાં આવશે. પ્રાથમિક તબક્કાની સજા કર્યા બાદ હવે આગામી તા.30 અને 31 જાન્યુઆરી તેમજ 1લી ફેબ્રુઆરી એમ કુલ ત્રણ દિવસ દરમિયાન GTUની અનફેર મિન્સ (યુએફએમ) કમિટી દ્વારા રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવશે.

વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ કમિટી ફાઇનલ સજા સંભળાવશે

 સુનાવણીમાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓને તારીખ અને સમય સાથેની જાણ પણ કરી દેવામાં આવી છે. સુનાવણીમાં વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ કમિટી દ્વારા ફાઈનલ સજા સંભળાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રૂબરૂ સુનાવણી દરમિયાન કમિટી દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને નિર્દોષ પણ છોડતી હોય છે.


  • Follow us on: