ચોમાસા પહેલાં વિવિધ વોર્ડમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જરૂરી પાયાની કામગીરી પૂર્ણ કરવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે જુદી જુદી જગ્યા પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ માટે દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગરમાં ધારાસભ્યના ફાળવેલા બજેટમાંથી આર.સી.સી રોડ બનાવવા, પ્રી કાસ્ટના તથા જુદી જુદી પેટર્નના બાંકડા મુકાવા માટેની કામગીરી માટે રૂ.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેના દ્વારા લાંબા સમયથી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા બાંકડાની માંગણી રહેલી છે. જેના પર આખરે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મણિનગરના વિવિધ ટીપી રોડ પર પેન્ડિંગ પેચ વર્ક અને તેના પર લાગતા રિપેરિંગની કામગીરી કરવા માટે રૂ.10 લાખની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે વોર્ડની અંદર આવેલી જુદી જુદી લાઈબ્રેરી, સ્કુલો અને અન્ય કોર્પોરેશનની બિલ્ડિંગમાં સામાન્ય સિવિલ વર્ક તથા સંબંધિત કામગીરી માટે રૂ.10 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. આ વોર્ડમાં કુલ રૂ.70 લાખના ખર્ચે તમામ કામગીરી કરાશે અને સ્થાનિકોને રાહત મળી રહેશે. અત્રે ઉલેખનિય છે કે, સ્થાનિકોની માગણી છે કે, ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવે નહીતર વરસાદી પાણીમાં રસ્તાના ધોવાણથી સ્થિતિ જૈસે થે થઈ જશે અને કામગીરી પાછળનો ખર્ચો પાણીમાં જશે.










