ચોમાસા પહેલા વિવિધ ઝોનમાં વરસાદ સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


જેમાં ઉત્તર ઝોનમાં રૂ.27.79 કરોડના ખર્ચે નરોડા, કુબેરનગર, સરસપુર-રખિયાલ, સૈજપુરબોઘા, સરદારનગર અને બાપુનગરના વિવિધ વોર્ડમાં રોડ રસ્તાથી લઈ ગટરની સફાઈ અને પાણીના ડિસ્ટ્રિબ્યૂશનની લાઈનથી લઈ વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાશે. જેના કારણે ચોમાસામાં જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની ફરિયાદ રહેતી હોય છે તેમાંથી આંશિક રાહત મળી શકે તેવી પણ શકયતા જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ ચોમાસાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વરસાદ સંબંધિત પ્રિ-મોન્સૂનની કામગીરીના ટેન્ડર મંગાવવામાં આવતાં સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જણાવ્યું કે, જ્યારે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર કેમ જાગ્યું અને કેવી રીતે આગામી દિવસોમાં નાગરિકોને રાહત મળી રહેશે ? આ કારણે તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઉત્તર ઝોનમાં જ્યાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની ફરિયાદ હોય છે. સરસપુરમાં રથયાત્રા દરમિયાન પણ મુશ્કેલી ઊભી થતી રહે છે. જેને જોતાં રથયાત્રા પહેલાં કામગીરી પૂર્ણ કરવી પણ તંત્ર માટે મોટી ચેલેન્જ બની રહેશે. જો કામગીરી ન પૂર્ણ થશે તો પણ લોકોએ ફરી એકવાર પાણીમાંથી જ પસાર થવાની નોબત આવી શકે છે.


  • Follow us on: