AMC દ્વારા ગત વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં અમલી મૂકાયેલી રૂફ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ 10 ટકા રાહત આપતી સ્કીમ અંતર્ગત ફક્ત 36 અરજી આવી હતી અને આ સ્કીમ અંતર્ગત ફક્ત એક જ અરજી મંજૂર કરાઈ હતી.


રૂફ ઈન્સેન્ટિવ સ્કીમને અત્યંત પાંગળો પ્રતિસાદ સાંપડતાં આ સ્કીમનો લાભ આપવા માટે પરકોલેટિંગ વેલ, ટેરેસ ગાર્ડન અને સોલાર સિસ્ટમ અંગેના માપદંડોમાં સુધારા કરવા, છૂટ છાટ આપવા વિચારણા કરાશે. આમ, હાલ રૂફ ઈન્સેન્ટિવ સ્કીમ અંગેની દરખાસ્ત બાકી રખાઈ છે અને સુધારા કરાયા પછી ફરી રજૂ કરાશે. શાસકો દ્વારા સૂચિત સ્કીમમાં સુધારા કરવા અંગે મનોમંથન કરવામાં આવશે. આ સ્કીમ માટે નક્કી કરાયેલા માપદંડોનું પાલન કરી શકાય તેમ છે કે નહીં, તે અંગે વિચારણા કર્યા વિના જ રેવન્યુ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઈ હોવાનું માનવામાં આવે છે. આમ, રૂફ ઈન્સેન્ટિવ સ્કીમ મામલે 'કાચું કપાયું' હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય ઝોનના ગીચ વિસ્તારમાં પરકોલેટિંગ વેલ માટે પૂરતી જગ્યા હોતી નથી તેમજ ટેરેસ પર ગ્રીન, યલો અને બ્લુ રૂફ ડેવલપ કરી શકાય તેમ હોતા નથી અને સોલાર સિસ્ટમ લગાવી શકાય તેમ હોતી નથી.


  • Follow us on: