છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ હતા. પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચાલતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં રેડ કરી ગેરકાયદેસર ચાલતું હુકકાબાર પકડ્યું હતું.
અમદાવાદમાં સરખેજ પોલીસે ગેરકાયદે હુક્કાબાર મદપુરા લુશ કાફે એન્ડ લોન્ચ પર રેડ પાડી હતી. હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર વાપરતા હુક્કાબારમાંથી 38 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે હુક્કાબાર માલિક ધ્રુવ શર્મા, શાબઝઉર્દી સામે ફરિયાદ નોંધી છે. હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓ અહીંયા ખાસ સવલતો સાથે પીરસવામાં આવતા. પરંતુ પીસીબીની ટીમ ચોક્કસ માહિતી મળતા આ કેફેમાં ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતા પ્રાથમિક તબક્કે સંખ્યાબંધ ગ્રાહકો હુકકા પિતા નજરે પડ્યા હતા. આ તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે કબજે કરી એફએસએલમાં તપાસ અર્થી મોકલી આપી હતી.













