- અમદાવાદના જોધપુરની લોટસ સ્કુલની દાદાગીરી સામે આવી
- નાપાસ વિદ્યાર્થીઓને રિપીટ કરવાના બદલે LC લઈ લેવા વાલીઓને દબાણ
- સ્કૂલના દબાણને લઈને વાલીઓએ અમદાવાદ DEOમાં કરી ફરિયાદ
શિક્ષણ જગતમાં બાળકોના ભવિષ્ય ઘડતર માટે શિક્ષક અને શાળાની ભૂમિકા ખૂબ જ મહત્વની અને પ્રાથમિક માનવામાં આવે છે. કહેવાય છે કે વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે અને સ્કૂલ દ્વારા જ વિદ્યાર્થીનું ભવિષ્ય ઘડતર કરવામાં આવે છે. જોકે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યારે વ્યક્તિત્વ ઘડતર કરતી શાળાઓ જ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતી હોય છે. આ પ્રકારની ઘટનામાં છેલ્લા કેટલાંક સમયથી ખાસ્સો વધારો થયો છે. જેમાં નવું નામ ઉમેરાયું છે અમદાવાદની લોટર સ્કૂલનું. લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરાઇ હોવાની ફરિયાદ ઉઠી છે.
વાત જાણે એમ છે કે, અમદાવાદની લોટસ સ્કૂલ વિરુદ્ધ સ્કૂલના વાલીઓ દ્વારા DEO કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવી છે. વાલીઓની ફરિયાદ છે કે જોધપુર ખાતે આવેલી લોટસ સ્કૂલ દ્વારા બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. લોટસ સ્કૂલ દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને LC લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે.










