- અમદાવાદમાં વરસાદથી પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાયો
- સાયન્સ સિટી રોડ વરસાદથી બિસ્માર હાલતમાં
- બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન થયા
અમદાવાદમાં સામન્ય વરસાદે રોડ રસ્તાની પોલ ખોલી નાખી છે,તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે,અમદાવાદનો પોશ વિસ્તાર એટલે સાયન્સસિટી વિસ્તાર,આ વિસ્તારમાં રોડ વરસાદના કારણે ધોવાઈ ગયો છે,તો સ્થાનિકોને ખાડાઓના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે,તંત્રનો પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે.
પોશ વિસ્તારનો રોડ ધોવાયો
અમદાવાદ શહેરનો સાયન્સસિટી રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે,તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે,આ રોડ પર ખાડા પણ જોવા મળ્યા છે,સાથે સાથે વાહનો પણ ખાડામાં પછડાઈ રહ્યાં હોવાથી નુકસાન થઈ રહ્યું છે,કોર્પોરેશન પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમની મોટી વાતોએ પોલ ખોલી નાખી છે,વરસાદે અમદાવાદના રોડ રસ્તાની સુરત બદલી નાખી છે.કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ ધોવાયો છે અને રૂપિયા કોન્ટ્રાકટરોએ ઘર ભેગા કર્યા હોય તેવું લાગી રહ્યું છે.

વિશાલા બ્રિજ પર પણ ખાડા પડયા
વિશાલા બ્રિજ પરથી હજારો વાહનો રોજના પસાર થાય છે,કેમકે આ રોડ નારોલ અને નરોડા સુધીનો સીધો રોડ છે.હજારો વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે,બ્રિજોના સમારકામ પાછળ કરોડોના ખર્ચના દાવા પોકળ સાબિત થયા છે,બ્રિજની સાઈડમાં જે સુરક્ષાને લઈ દિવાલ છે તે પણ ખખડધજ હાલતમાં છે ત્યારે શહેરીજનોની એક જ માંગ છે કે રોડ રસ્તા સારા થાય અને તેમને ખાડામાંથી પસાર થઉ ના પડે.
હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં હજુ સુધી ફક્ત ત્રણથી ચાર દિવસ જ એવા રહ્યા છે કે, જ્યારે શહેરમાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્યો હોય. તેમ છતાં આટલા વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. કારણ કે, આટલા જ વરસાદમાં અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ ઉપર ખાડા અને ક્યાંક મોટા મોટા ભુવા પણ પડી ગયા છે તેને કારણે વાહન ખાડામાં પછડાતા જ લોકો કમરના દર્દથી પીડાઈ રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ કમર દર્દના દર્દીઓથી ઉભરાયો છે.