[[$googlead]]
રાજ્યમાં દિવસ દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે અને શહેરમાં લોકો ગરમીથી બચવા માટે સ્વીમિંગ પૂલમાં મજા માણી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ગરમી વધતા સ્વીમિંગ પૂલમાં લોકોની ભીડ જામી છે. રજાના દિવસે અમદાવાદીઓ સ્વીમિંગની મજા માણી રહ્યા છે. ભર બપોરે ગરમીમાં સ્વીમિંગની મજા માણતા શહેરીજનોને જોઈ શકાય છે. લોકો ગરમીથી રાહત મેળવવા સ્વીમિંગ પુલના સહારે જોવા મળ્યા છે.

સ્નો પાર્કમાં યંગસ્ટર્સનો જમાવડો

રાજ્યમાં ઉનાળાની કાળજાળ ગરમીની શરૂવાત થઈ ચૂકી છે. અમદાવાદીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદની 42 ડિગ્રી ગરમીમાં પણ લોકો સ્નો પાર્કમાં જઈને કાશ્મીર જેવી અનુભૂતિ કરી રહ્યા છે. સ્નો પાર્કમાં લોકો ગરમીમાં કાશ્મીર કે કુલુ મનાલી કે પછી સ્વીઝરલેન્ડ જેવી મજા માણી રહ્યા છે. ત્યારે જે લોકો ગરમીથી બચવા અને ઠંડકનો અહેસાસ કરવા કોઈ ઠંડા પ્રદેશમાં જતા હોય છે તો ત્યાં જવાની જરૂર નથી, અમદાવાદના આંગણે જ તમે માઈનસ 7થી 10 ડિગ્રીનો આનંદ લઈ શકો છો, ત્યારે સ્નો પાર્કમાં યંગસ્ટર્સ પહોંચી ગયા છે. સ્નો પાર્કમાં અને સ્નો પાર્કમાં અલગ અલગ એક્ટિવિટી કરીને મોજ અને મસ્તી કરી રહ્યા છે. ન માત્ર યંગસ્ટર્સ પરંતુ દરેક વયના લોકો સ્નો પાર્કમાં આવીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે.

AMCના 28 સ્વિમિંગ પૂલોમાં 75 કોચની ઘટ હોવાનું સામે આવ્યું

અમદાવાદમાં ભરઉનાળે સ્વીમિંગ પૂલોમાં કોચની ઘટ સામે આવી છે, અમદાવાદમાં આવેલા AMCના 28 સ્વિમિંગ પૂલોમાં 75 કોચની ઘટ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં AMC સંચાલિત 14 નાના અને 14 મોટા સહિત કુલ 28 સ્વિમિંગ પૂલ આવેલા છે. પરંતુ AMC સંચાલિત સ્વિમિંગ પૂલોમાં 75 કોચની ઘટ જોવા મળે છે. ભરઉનાળે સ્વિમિંગ શીખવા આવનારને સ્વીમિંગ શીખવવા માટે તાલીમ આપવા માટે પૂરતી સંખ્યામાં કોચ નથી. આમ, AMC સંચાલિત સ્વિમિંગ પૂલોમાં 'ખાટલે મોટી ખોડ' જોવા મળે છે.
  • Follow us on: