• શહેરના વાહન ચાલકો બેદરકારી પૂર્વક ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતા નજરે પડ્યા

  • સંદેશ ન્યુઝની ટીમે પૂર્વ અમદાવાદ તેમજ પશ્ચિમ અમદાવાદના અલગ અલગ ચાર રસ્તા ઉપર ચેકિંગ કર્યું
  •  વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે કડક કાર્યવાહી જરૂરી

વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોખમી છે તે સૌ કોઈ જાણે છે તેમ છતાં પણ વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ ફોનનો વપરાશ કરીને પોતાનો તેમજ અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકે છે, સંદેશ ન્યુઝની ટીમે અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રિયાલિટી ચેક કર્યું. જેમાં શહેરના વાહન ચાલકો બેદરકારી પૂર્વક તેમજ ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતા નજરે પડ્યા.

સંદેશ ન્યુઝે કર્યુ રિયાલિટી ચેક

[[$googlead]]

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને રોકવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જોકે લોકો કેટલાક ચાર રસ્તા પરથી હજુ પણ રોંગ સાઈડમાં તો આવી જ રહ્યા છે, પરંતુ વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરીને જોખમી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર શું સ્થિતિ છે તે જાણવા સંદેશ ન્યુઝની ટીમે પૂર્વ અમદાવાદ તેમજ પશ્ચિમ અમદાવાદના અલગ અલગ ચાર રસ્તા ઉપર ચેકિંગ કર્યું, જેમાં પશ્ચિમ અમદાવાદ કરતાં પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન વધુ થતું હોવાનું જાણવા મળ્યું.

[[$alsoread]]

 વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે કડક કાર્યવાહી જરૂરી

પશ્ચિમ અમદાવાદના ટ્રાફિકથી ભરચક રહેતા એસજી હાઈવે પરના વાહનચાલકોમાં જાગૃતિ લાવવા શહેર ટ્રાફિક પોલીસની સાથે મળીને અનેક સેવાભાવી સંસ્થાઓ પ્રયત્ન કરતા હોય છે પણ શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવતને સાર્થક કરીને વાહનચાલકો ટ્રાફિક સિગ્નલ પર ઈ મેમો ન આવે તે માટે સિગ્નલ પર ફોન નીચે મૂકી દેતા હોય છે અને સિગ્નલ ક્રોસ કર્યા બાદ ફરીથી ફોન પર વાત કરવા લાગી જતાં હોય છે પણ આવા વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.

  • Follow us on: