મુળ મધ્યપ્રદેશનાં રહેવાસી અને ચાંગોદરની ખાનગી કંપનીમા રહી પોતાનું ગુજરાત ચલાવતું દંપતી પોતાનાં બીજા બાળકો પોતાનાં દેશમાં હતા અને 6 વર્ષની બાળકી પોતાની સાથે રૂમ પર રાખી કંપનીમાં મજુરી કામે જતાં હતા.


બાળકીનાં પિતા ગત તા.1લીએ બીજા બાળકોને મળવા પોતાને વતન ગયા હતા. ત્યારે તા.7મીએ બાળકીની માતા સવારના આઠ વાગ્યાનાં સુમારે ચાંગોદરની ખાનગી કંપનીમાં મજૂરી કામે ગયા હતા. ત્યારે તેમની બાળકીનો નિત્ય ક્રમ મુજબ ચાંગોદરની રસમધુર કંપની ખાતે આવેલી પતરાની રૂમમાં કે જ્યાં તે રહેતા હતા. ત્યાં મુકીને ગયા હતા. પરંતુ સાંજે જ્યારે તે મજુરી કરી પરત ફર્યા. ત્યારે તેમની બાળકી જોવા મળી ન હતી. જેથી આસપાસની દરેક જગ્યાએ તેની તપાસ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય બાળકીનો પત્તો ન લાગતા તેમની ઓરડી પર પરત ગયા ત્યારે તેમની ઓરડીની સામે પતરાનાં શેડ નીચે કંતાનનો કોથળો તેમજ સફેદ કાળા રંગની તાડપત્રી નીચે પગ દેખાતા તે બધુ હટાવતાં ત્યાં માસુમ બાળકીની લાશ જોવા મળી હતી. જેનો ડાબો કાન કપાઈ ગયેલ હતો. મોંઢા પર, કમર તેમજ પગનાં ભાગે વાગેલાનાં નિશાન હતા. જેથી કોઈ અજાણ્યા ઈસમે પોતાની બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનું જણાતા માતાએ પોતાનાં પતિને જાણ કરી હતી. તેમજ ચાંગોદર પોલીસને જાણ કરતાં સ્ટાફની ટીમ તુરંત જ ઘટનાંસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં બાળકીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી અને આરોપીની તપાસ અર્થે ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીએ બાળકીના હત્યા કેમ કરી હશે ? આરોપી તેમની સાથેની ઓરડીમાનો જ હશે કે બહારનો સહિતના અનેક સવાલો ચકચારી બનાવ પરથી લોકોમાં ઉઠવા પામ્યા છે.


  • Follow us on: