- શાંતિપુરા અને સાણંદ સર્કલ, સરખેજના અનેક ગેરેજ તસ્કરોએ ટાર્ગેટ કર્યા
- 2 બીએમડબલ્યુ કાર સહિત 3 કાર અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર
- તસ્કરોએ શાંતિપુરા અના સાણંદ સર્કલની આસપાસના અનેક ગેરેજ ટાર્ગેટ કર્યા
શાંતિપુરા સર્કલ અને સાણંદ સર્કલ પાસેના બે ગેરેજમાં સર્વિસ માટે આવેલી 2 બીએમડબલ્યુ કાર સહિત 3 કાર અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા છે. આ અંગે કારના માલિકોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સરખેજમાં રહેતા જૈનિકભાઇ દેસાઇ પાણીનો વ્યવસાય કરે છે. તેમની કાર સર્વિસ માટે તેમણે સાણંદ સર્કલ પાસે કુલઝોન નામના ગેરેજમાં મૂકી હતી. આ ગેરેજના માલિક મોઇનભાઇએ જૈનિકભાઇને ફોન કર્યો હતો. મોઇને કહ્યુ કે, તમારી આઇ20 અને એક બીએમડબલ્યુ કાર મારા ગેરેજમાંથી ચોરી થઇ છે. બન્ને કાર ગેરેજની બાજુમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક હતી. જેથી જૈનિકભાઇ તાત્કાલિક ગેરેજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગેરેજના માલિક મોઇન સાથે સમગ્ર ઘટના વિશે પૂછપરછ કરી હતી. બાદમાં જૈનિક દેસાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, સરખેજમાં રહેતા જીત નૈનેષભાઇ વર્મા પ્રાઇવેટ કંપનીમાં ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે નોકરી કરે છે.










