• 6.47 લાખના MD ડ્રગ્સ સાથે 2 ઝડપાયા
  • શાહિનબાનું સૈયદ, આમિર પઠાણની ધરપકડ
  • મહિલા પેડલર શીરીનબાનું શેખનું નામ ખુલ્યું

અમદાવાદના શાહઆલમ નજીક અમજા ફલેટમાં અમદાવાદ એસઓજીએ દરોડા પાડી 6.47 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી,આ રેડ દરમિયાન મહિલા પેડલર શિરીનબાનું ફરાર છે તો અન્ય એક આરોપીની ધરપકડ કરાઈ છે.પોલીસે પૂછપરછ કરતા રામોલની શિરીનબાનું શેખ નામની મહિલા પેડલરનું નામ ખુલ્યું છે.

અમદાવાદમાંથી ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદમાં ફરી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.SOG એ મહિલા ડ્રગ્સ પેડલર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે,એસઓજીને બાતમી હતી કે,શાહઆલમ નજીક અમજા ફ્લેટમાં આરોપીઓ ડ્રગ્સનો ધંધો કરી રહ્યાં છે ત્યારે રેડ કરતા ફલેટમાંથી 6.47 લાખનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને 2 આરોપીની ધરપકડ કરાઈ છે,આ બે આરોપીઓમાં સાહિનબાનું સૈયદ અને આમિરખાન પઠાણની ધરપકડ કરી પૂછપરછ હાથધરાઈ છે.

રામોલની એક મહિલા ફરાર

સમગ્ર કેસમાં એસઓજીએ કુલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે,જેમાં સાહિનબાનું સૈયદ અને આમિરખાન પઠાણની ધરપકડ કરાઈ છે,જયારે રામોલની મહિલા પેડલર શિરીનબાનું ફરાર છે,પકડાયેલ બન્ને આરોપીઓનું કહેવું છે કે,તેઓ રામોલની મહિલા પાસેથી છૂટકમાં ડ્રગ્સ લાવીને વેચાણ કરતા હતા,પરંતુ મુખ્ય આરોપી મહિલા ફરાર હોવાથી અન્ય માહિતી હાલ સામે આવી નથી,જયારે મુખ્ય આરોપી ઝડપાશે ત્યારે આ કેસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે.

અગાઉ અમદાવાદ ક્રાઈમે પેડલરોના ત્યા તપાસ હાથધરી હતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ એસઓજી દ્રારા અગાઉ પણ ડ્રગ્સ પેડલરોના ત્યાં તપાસ હાથધરાઈ હતી,અમદાવાદ પોલીસની મુહિમ છે કે અમદાવાદમાંથી ડ્રગ્સનો ધંધો કાયમ માટે નાબુદ થાય અને લોકો ડ્રગ્સના રવાડે ના ચડે,ત્યારે સમયાંતરે અલગ-અલગ પોલીસની ટીમ ડ્રગ્સ પેડલરોના ત્યાં તપાસ કરતી હોય છે.

  • Follow us on: