ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો સારવારનાં નામે જાણે લૂંટ મચાવી હોય તેમ લાગે છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ હોસ્પિટલની બેદરકારીનાં લીધે દર્દી મૃત્યુ પામે છે. ત્યારે વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.


અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા. સ્ટેન્ટ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ આરોગ્ય વિભાગના ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

[[$googlead]]

સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેેલે X પોસ્ટ કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. PMJAYના SAFU દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. બેદરકારી જણાશે તો આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. 

[[$alsoread]]

સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મોતનો વેપલો કરનાર ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરોનું તત્કાલ સસ્પેન્શન કરવામાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના તમામ દાવાઓની પતાવટ હોલ્ડિંગ અને હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે ધરપકડ થશે. PMJAY હેઠળ કોઈપણ શિબિરને લઈને તંત્રએ આદેશ આપ્યા છે. રાજ્ય કે જિલ્લા વહીવટીતંત્રને ફરજિયાત જાણના આદેશ આપવામાં આવ્યા છે.

સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર

  • ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરોનું તત્કાલ સસ્પેન્શન
  • ખ્યાતિ હોસ્પિટલના તમામ દાવાઓની પતાવટ હોલ્ડિંગ
  • હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે થશે ધરપકડ
  • PMJAY હેઠળ કોઈપણ શિબિરને લઈને તંત્રનો આદેશ
  • રાજ્ય કે જિલ્લા વહીવટીતંત્રને ફરજિયાત જાણના આદેશ

સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ AMC તંત્ર એક્શનમાં આવ્યું છે.  AMC આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે. આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી ટીમ સાથે પહોંચ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી છે.

નકલીના વેપલા સાથે નકલી ઓપરેશનના કોંગ્રેસના આક્ષેપ

નકલીના વેપલા સાથે નકલી ઓપરેશનના કોંગ્રેસના આક્ષેપ કર્યા છે. હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસ આક્ષેપ કરતા કહ્યું હતું કે, અંધાપાકાંડ બાદ પણ ના સુધર્યું આરોગ્ય વિભાગ, અનેક દર્દીઓના જીવ સાથે તબીબો ચેડા કરે છે. આરોગ્ય વિભાગ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. ખાનગી તબીબોની બેદરકારી સામે કડક પગલા લેવા જોઇએ.

  • Follow us on: