સ્થાયી સમિતી દ્વારા 27 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું, જેમાં કર વધારાની દરખાસ્ત રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.


પરંતુ મ્યુનિ કમિશનરની વેરા વધારાની દરખાસ્ત અંગે 20 ફેબ્રુઆરી સુધીમાં રદ કર્યાનો ઠરાવ સામાન્યસભામાં કરવો જરૂરી હતો, જે પળ શાસક પક્ષ ચૂકી ગયું છે. જેના કારણે મ્યુનિ કમિશનરની હાલત કફોડી થઈ છે. તેમના ઉપર લટકતી તલવાર જેવો ઘટા સર્જાયો છે. વેરા વધારાની પોતાની દરખાસ્તને અમલમાં નહી મૂકે તો તેઓ પોતાના નિર્ણયમાં ખોટા ઠરી શકે છે. કોર્ટમાં મામલો કોઈ પડકારે તો પણ આજા ફસાજા જેવી હાલત થઈ શકે છે.

સ્થાયી સમિતી દ્વારા ગાંધીનગર કોર્પોરેશનનું વર્ષ 2025-26ના બજેટ પ્રજાલક્ષી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં તેઓ સમય ચૂકી ગયા. કમિશનરને પોતાના ડ્રાફ્ટ બજેટમાં વેરા વધારો સૂચવ્યો હતો. મિલકત અને સફાઈવેરા મળીને 13 કરોડનો કરબોજ મૂકવામાં આવ્યો છે. સ્થાયી સમિતીએ વેરાવધારાની કમિશનરની ભલામણને ફગાવવામાં મોડું કરતાં હવે કમિશનરના ગળામાં હાડકું ફસાઈ જવા પામ્યું છે. વેરા વધારાની દરખાસ્તને રદ કરવાનો ઠરાવ 21 ફેબ્રુઆરી સુધીમાં કરી દેવાનો થાય, જે નથી થયું. ગાંધીનગર કોર્પોરેશનનો શાસક પક્ષ કાચો પડયો.

શાસક પક્ષ હવે પોતાની આ ભૂલને દબાવવા માટે તમામ પ્રયાસો કરે તો નવાઈ નહિ. બીજુ, શાસક પક્ષના દબાવમાં આવીને મ્યુનિ કમિશનર અગર પોતે વેરા વધારા માટે કરેલી દરખાસ્તને અમલમાં ના લાવે તો તેમની સામે આજે નહિ તો કાલે કાર્યવાહી થઈ શકે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે. જીપીએમસી એક્ટમાં જેમ વેરા અંગેની કોઈપણ નિર્ધાર કરવો હોય તો 20 ફેબ્રુઆરી કે તે પહેલા કરવાની થાય તેવું દર્શાવ્યું છે તો આજ જીપીએમસી એક્ટમાં જો કમિશનર પોતાના નિર્ણય- કામમાં નિષ્ફળ જાય તો તેઓ દોષિત ઠરી શકે છે તે વાત પણ દર્શાવી છે.


  • Follow us on: