અમદાવાદમાં સ્વાદના રસિકોએ રાખવી પડશે સાવધાની. ઉત્તરાયણ તહેવાર પર ઊંધિયાની લિજ્જત બેસ્વાદ ના બને તેની તકેદારી રાખવી પડશે.ઊંધિયામાંથી જીવાત નીકળ્યાનો વીડિયો વાયરલ થયો. શહેરની એક દુકાનમાંથી ઊંધિયાનું પાર્સલ મોકલવામાં આવ્યું હતું. અને આ ઊંધિયાના પાર્સલના પેકિંગમાંથી જીવડાં નીકળ્યા. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો.
ઊંધિયામાંથી નીકળી જીવાત
આજે સોશિયલ મીડિયામાં અમદાવાદના ગોતા વિસ્તારની એક દુકાનનો વીડિયો વાયરલ થયો છે. એક ગ્રાહકે ગોતા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનમાં ઊંધિયાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે દુકાનમાંથી ઊંધિયાનું પાર્સલ આવ્યું ત્યારે તે ખોલતાં જ તેમાંથી જીવડા નીકળ્યા. ઊંધિયામાંથી જીવાત નીકળતા જ ગ્રાહકે સ્વાદના શોખીનોને પણ ચેતવણી આપતાં તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો.ગોતા વિસ્તારની ફરસાણની દુકાનના ઊંધિયાના પાર્સલમાંથી જીવાત નીકળવાના વીડિયો બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણી છે. આજે લોકોમાં બહારનું ખાવના ક્રેઝ વધ્યો છે. ઘરની વાનગીઓ વિસરાવા લાગી છે ત્યારે બહારના ખાવામાંથી જીવાત નીકળવાના કિસ્સા વધવા લાગ્યા છે.
ઓર્ડર આપતા રાખજો ધ્યાન
ઉત્તરાયણ તહેવારમાં પતંગ ચગાવવાની સાથે ઊંધિયા અને જલેબીની જિયાફતની મજા પણ લેવાય છે. લોકો ધાબા પર સવારથી પતંગ ચગાવવા લાગે છે. તો મોટાભાગના ઘરોમાં આ દિવસે ઊંધિયાની વાનગી બનતી હોય છે. પરંતુ આજના વ્યસ્ત સમયમાં ઊંધિયાની વાનગી ઘરે બનાવવાના બદલે લોકો ફરસાણ જેવી દુકાનો તેમજ સ્વીગી કે ઝમેટોમાં ઓર્ડર કરતા હોય છે.ચટાકેદાર ખાવાના શોખીનો માટે ઊંધિયા વગર આ તહેવારની ઉજવણી અશક્ય બને છે. જો કે બહારથી ઓર્ડર કરાતું આ ઊંધિયુ તમારા આનંદમાં ભંગ પાડી શકે છે. લોકોએ ઓર્ડર કરેલા ઊંધિયા અથવા તો કોઈ પણ વાનગીને લઈને તકેદારી રાખવી પડશે.









