એક તરફ વેકેશન અને લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે મણિનગર રેલવે સ્ટેશન પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થઈ રહી છે.


આ વચ્ચે જયારે ટ્રેનનું આવાગમન હોઈ ત્યારે રેલવે પોલીસના જવાનઓ ક્યાંય નજરે પડતા નથી અને તેમની ગરહાજરીમાં તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે. આ કારણે મુસાફ્રોના કિંમતી મોબાઈલ અને પાકીટ તેમજ ઘરેણાંથી લઈ વિવિધ સામનોને હાથમાંથી ઝુટવીને ભાગી જતા ચોરોને ઝડપી પાડવામાં રેલવે પોલીસ પાછી પડી રહી છે. આ અંગે ફરિયાદ કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી રહી હોવાનું સામે આવ્યું છે. જયારે પ્લૅટએફોર્મ પર કોઈ ટ્રેન આવે ત્યારે રેલવે પોલીસ તેમની કેબિનમાં કે ચોકી માં આરામ ફરમાવતી જોવા મળી રહી છે.

છેલ્લા એક માસમાં મણિનગર રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરીથી લઈ ચેઈન સ્નેચિંગ અને પાકીટમારના અનેક બનાવ પોલીસ ચોપડે નોંધાયા હોવા છતાં રેલવે પોલીસ હાથ પર હાથ મૂકીને બેસી રહી હોવાનું ભોગ બનનાર મુસાફરઓનું કહેવું છે. જયારે કાલુપુર રેલવે સ્ટેશનનું વિસ્તરણ હાલમાં ચાલુ છે તેવામાં મણિનગર પ્લૅટફોર્મ પર અનેક ટ્રેનનું સ્ટોપજ મળેલ છે તેના કારણે મુસાફરની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે રેલવે પોલીસના જવાનો વધુ હોવા જોઈએ તેની જગ્યાએ એક પણ પોલીસ જવાન જોવા મળતો નથી. આ દરમિયાન રેલવે પોલીસ મોબાઈલ અને પાકીટ ચોરની ગેંગ પકડવા માટે કોઈ જ નક્કર કામગીરી ન કરતું હોવાનું સામે આવી રહ્યું છે.

આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, એક લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી મણીનગર પ્લેટફોર્મ નંબર એક પરથી ટ્રેનમાં બેસવા જતાં સમયે કિંમતી મોબાઈલની ચોરી થઈ ગઈ હતી. આ માટેની મણિનગર રેલવે સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવી નહીં અને તેના માટે કાલુપુર જઈને ફરિયાદ કરી છતાં પોલીસે ફરિયાદ નોંધીને સંતોષ માન્યો પણ 15 દિવસ બાદ પણ કોઈ જ પગલાં ભર્યા ન હતા.

મણિનગર રેલવે સ્ટેશન પર કોઈ જ ફરિયાદ નોંધનાર નથી

મણિનગર રેલવે સ્ટેશન પર કોઈ ફરીયાદ નોંધવવા જાય ત્યારે મુસાફરને અહીં કોઈ રજીસ્ટર કે ઓનલાઇન ફરીયાદ નોંધવા કોમ્પ્યુટર ની સિસ્ટમ કે ચોપડા હોતા નથી. તેથી કાલુપુર સુધી મુસાફરઓએ દોડધામ કરવી પડે છે તે સમસ્યા ને દૂર કરવા મણિનગર રેલવે સ્ટેશન પર જ રેલવે પોલીસ સ્ટેશન ઉભું કરવું જોઈએ. જો મણિનગર રેલવે સ્ટેશન પર આ પોલિસ સ્ટેશન હશે તો પોલીસ જવાન ઓ ની સતત હાજરી અને ચહલપહલ થી જ ગુનેગાર ઓ પર સીધો અંકુશ આવશે તેવી પણ લોકોની માંગણી રહેલી છે.


  • Follow us on: