સરકારમાં કલાસ વન અધિકારી બનાવવાના ઝાંસામાં લોકોને ફ્સાવી રૂ. 3.25 કરોડની ઠગાઇ કરવાના કૌભાંડમાં પોલીસ ધરપકડથી બચવા માટે યોગેશ ચંદુભાઈ પટેલએ કરેલી આગોતરા જામીન અરજી એડીશનલ સેશન્સ જજ એચ.જી.પંડયાએ ફગાવી દીધી છે.


કોર્ટે નોંધ્યું હતું કે, કેસની તપાસ માટે આરોપીનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે તેથી આવા કેસમાં આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં.

સરકારમાં ક્લાસ વન અધિકારી બનાવવાનું કહી ઠગ ટોળકીએ ચાર લોકો પાસેથી રૂ.3.25 કરોડ પડાવી લઇ ઠગાઇ આચરી હોવાની ફરિયાદ 8 લોકો સામે સીઆઇડી ક્રાઇમમાં નોંધાઇ હતી. જેના અનુસંધાનમાં પોલીસ ધરપકડથી બચવા માટે યોગેશ પટેલએ આગોતરા જામીન અરજી કરી હતી.જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે સરકાર પક્ષે ઉગ્ર દલીલો કરી હતી.


  • Follow us on: