• પોર્ટુગલને બદલે પરિવારજનોને ટુરિસ્ટ વિઝા પર અર્મેનિયા મોકલ્યા

  • પોસ્ટમેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
  • વર્ક વિઝાના નામે એજન્ટ માત્ર 21 દિવસના ટૂરિસ્ટ વિઝા આપ્યા

ચાંદખેડામાં રહેતા એક પોસ્ટમેન અને તેના પરિવારજનોને પોર્ટુગલના વર્ક વિઝા અપાવવાનું કહીને એજન્ટ 22 લાખ રૂપિયા લીધા હતા. જે બાદ એજન્ટે પોર્ટુગલને બદલે પોસ્ટમેન અને પરિવારજનોને અર્મેનિયાની ફલાઇટની ટિકિટ અને વિઝા લઇને તેઓ ફલાઇટમાં બેસી ગયા હતા.

જ્યાં અર્મેનિયા એરપોર્ટ પહોંચ્યા બાદ પોસ્ટમેનને જાણ થઇ કે, વર્ક વિઝાના નામે એજન્ટ માત્ર 21 દિવસના ટૂરિસ્ટ વિઝા આપ્યા છે. બાદમાં પોસ્ટમેન પરિવાર સાથે પરત અમદાવાદ આવી ગયા હતા. આ અંગે પોસ્ટમેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરુદ્ધમાં 22 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ્ ધરી છે.

ચાંદખેડામાં રહેતા કૌશિકભાઇ પરમાર સેટેલાઇટ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરે છે. તેમણે પરિવાર સાથે પોર્ટુગલ ખાતે રહેવા જવાની ઇચ્છા થતા તેમના મિત્ર મારફતે એજન્ટ સરતાજસિંહનો સંપર્ક થયો હતો. સરતાજસિંહે પોર્ટુગલના વર્ક વિઝા માટે 22 લાખની માંગણી કરી હતી. જે પેટે કૌશિકભાઇએ 16 લાખ બેંકથી અને 6 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. પેમેન્ટ મળી ગયા બાદ એજન્ટે કૌશિકભાઇને તારીખ અને ફલાઇટનો સમય કહીને એરપોર્ટ પહોંચી જો ત્યાં તમને પોર્ટુગલના વિઝા અને ફલાઇટની ટિકિટ હું આપી જઇશ. જેથી કૌશિકભાઇ પરિવાર સાથે એરપોર્ટ પહોંચ્યા હતા ત્યાં એજન્ટે કૌશિકભાઇને પોર્ટુગલને બદલે અર્મેનિયાની ટિકિટ, પાસપોર્ટ અને વિઝાના ડોક્યુમેન્ટ આપ્યા હતા. આથી કૌશિકભાઇએ એજન્ટને કહ્યુ કે, પોર્ટુગલના વર્ક વિઝા માટે વાત થઇ હતી અને તમે અર્મેનિયાના વિઝા આપો છો. જે બાદ એજન્ટે કહ્યુ કે, તમે ત્યાં જાવ તમારી બધી સગવડ અર્મેનિયામાં થઇ જશે. જેના પગલે કૌશિકભાઇ પરિવાર સાથે અર્મેનિયા ફલાઇટમાં બેસીને પહોંચી ગયા હતા. જ્યાં ઇમિગ્રેશન ઓફિસરે કૌશિકભાઇને જાણ કરી કે, તેમના વર્ક વિઝા નથી માત્ર 21 દિવસના ટુરીસ્ટ વિઝા છે. જેના કારણે કૌશિકભાઇએ એજન્ટને ફોન કરતા તેણે ઉપાડયો ન હતો. બાદમાં કૌશિકભાઇ ત્યાં પોતાના ખર્ચે રહ્યા બાદ પરત પૈસા ખર્ચીને અમદાવાદ પરત ફર્યા હતા. હું તમને થોડા જ સમયમાં 22 લાખ પરત કરી દે અને તેની માટે સિક્યુરિટી પેટે એજન્ટે બ ચેક અને 1.50 લાખ રૂપિયા દસ દિવસમાં આપવાનો વાયદો કરીને એજન્ટ ફરાર થઈ ગયો હતો

  • Follow us on: