• ડ્રાઇવર નશામાં હતો : રહીશો, નશામાં નહીં બીમાર હતો : પોલીસ

  • સર્જાયેલા અકસ્માતને કારણે કમ્પાઉન્ડ વોલને નુકસાન થયું હતું
  • આ અકસ્માતને કારણે સોસાયટીના રહીશોમાં ગભરાઈ ગયા હતા

શહેરના દક્ષિણ - પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ- ઘુમા વિસ્તારમાં AMTSની 50 નંબરના બસ રૂટની બસ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઘુસી જતાં સર્જાયેલા અકસ્માતને કારણે કમ્પાઉન્ડ વોલને નુકસાન થયું હતું અને સદનસીબે કોઈને પણ ઈજા થઈ નહોતી. આ અકસ્માતને કારણે સોસાયટીના રહીશોમાં ગભરાઈ ગયા હતા અને એકત્રિત થઈ ગયા હતા. પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર, આ બસના ડ્રાઈવરને તાવ હતો અને ટેમ્પરેચર વધુ હતું તેમજ બ્લડ પ્રેશર હાઈ હતું અને તે બેહોશ થઈ ગયો હતો અને ડ્રાઈવરે દારૂ પીધેલ નહોતો. આ ડ્રાઈવરને બેભાનાવસ્થામાં સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલના તબીબોએ પણ ડ્રાઈવરે નશો નહીં કર્યો હોવાનું જણાવ્યું છે. આ મામલે વધુ તપાસ માટે પોલીસ સોલા સિવિલ પહોંચી હતી.


  • Follow us on: