ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે, અમદાવાદ અને ગાંધીનગરમાં 28 હોટલોને દારૂના વેચાણના પરવાના આપવામાં આવ્યા છે. જેમાં દારૂના વેચાણથી ગુજરાત સરકારને રૂ. 33.98 કરોડની આવક થઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નશાબંધી અને આબકારી વિભાગે સોમવારે લેખિત સવાલના જવાબમાં આ માહિતી આપી છે. અમદાવાદ-ગાંધીગર જિલ્લામાં હોટેલોને દારૂ પરવાના અપાયા છે, 31મી જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 20, અમદાવાદ જિલ્લામાં 2 એમ અમદાવાદમાં 22 અને ગાંધીનગર શહેરમાં 4 જ્યારે ગાંધીનગર જિલ્લામાં 2 એમ ગાંધીનગરમાં છ હોટલોને દારૂ વેચાણના પરવાના અપાયા છે, બે વર્ષમાં અમદાવાદ ગાંધીનગરમાં એક પણ હોટલના દારૂના વેચાણના પરવાના રદ્ કરાયા નથી. દારૂના વેચાણથી સરકારને ટેક્સ પેટે બે વર્ષમાં 33.98 કરોડની આવક થઈ છે, પહેલી ફેબ્રુઆરી 2024થી 31મી જાન્યુઆરી 2025ના સમયગાળામાં 19.53 કરોડની આવક થઈ છે.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના એક વર્ષમાં 27 હજારથી વધુ કેસ










