ગુજરાતમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરનારા લોકો સામે તંત્ર એક્શમાં મોડમાં આવ્યું છે. સાથે જ ગેરકાયદે દબાણ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે રખિયાલના મોરારજી ચોકમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.
20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવાયું
અમદાવાદ સહિત અનેક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે દબાણ મામલે કડક કાર્યવાહી ચાલી રહી છે. રખિયાલના મોરારજી ચોકમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું ત્યારે હવે 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવાયું છે. કોમન ઓપન પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું.
અગાઉ વર્ષ 2008માં ડિમોલેશન કરવામાં આવ્યું હતું જ્યાં ફરી બાંધકામ કરતા તંત્રએ કડક કાર્યવાહી હાથધરી હતી. મિલ મજૂરો માટેની સ્કીમ હતી જ્યાં બાંધકામ કરવામાં આવતા તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. એક પરિવાર દ્વારા પ્લોટ પર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી હતી.
ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર
તમને જણાવી દઈએ કે, નર્મદા જિલ્લામાં ગઈકાલે ગેરકાયદે દબાણ પર ફરી તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું. SOUની સામે આવેલ દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિ સામેની વર્ષો જૂની દુકાનો પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. SOUની સામે લગભગ 34 જેટલી નાની-મોટી દુકાનો ઘણા સમયથી હતી. આ તમામ દુકાનોને હટાવવામાં આવી હતી.









