દિગ્ગજોના સ્મરણ સત્રમાં વિદુષી મંજુ મહેતાનું સિતારવાદન પં.કિશન મહારાજની તબલા સંગતમાં રાગ બાગેશ્રી 1982 પ્રેમાભાઈ હોલની બેઠકનું સંકલન તાલ તીન તાલમાં વિલંબિત લયમાં પ્રસ્તુત થયું હતું.
પ્રથમ બેઠક
મલ્લિકા સારાભાઈનું કુચીપુડી-રેવંતા સારાભાઈનું ભરતનાટયમ્- સોમિયા નેદુગાડી-વોકલ-ટી.પલાની વેલુ મૃદંગમ-મણીક નંદન આર લાયર ઘટમ- જગદિપ દિનેશ નટુપ અંગમ- રાજેશ દર્પણ વાંસળી- શ્રી જીથી ટી.આર.ની સાઇડ રિધમ સંગતમાં પ્રથમ બેઠકમાં પ્રસ્તુત થયું હતું.
મલ્લિકા સારાભાઈ ભરતનાટયમ્ અને કુચીપુડીના જાણીતા નૃત્યાંગના છે. દર્પણ નૃત્ય સંસ્થાના કો- ડાયરેક્ટર છે અને જાણીતા નૃત્યાંગના મૃણાલિની સારાભાઈના પુત્રી છે. અનેક વર્ષોથી તેઓ સ્વતંત્ર અને ગ્રૂપ પ્રસ્તુતિથી વિશ્વભરમાં જાણીતા છે. રેવંતા સારાભાઈ આ પરિવારની ત્રીજી પેઢી છે. જે વારસાગત કલા પ્રવૃત્તિને ઉજાગર કરે છે.
પ્રથમ પ્રસ્તુતિમાં મલ્લિકા અને રેવંતાએ માતાપુત્રએ ભરતનાટયમ્ અને કુચીપુડીની જુગલબંધી કરી. જેમાં ગણેશ વંદનાથી શરૂઆત કરી પછી કુચીપુડી નૃત્ય શૈલીમાં પગથી ગણપતિનું ચિત્ર દોર્યું. ત્રીજી કૃતિમાં માતા-પુત્રએ પદમ રજૂ કર્યું જેમાં આદિ કવિ નરસિંહ મહેતાની કૃતિ રજૂ કરી.
બીજી બેઠક
રાત્રિની બીજી બેઠકમાં પાર્થો સરોદીજીનું સરોદવાદન સત્યજીત તલવલકરજીની તબલા સંગતમાં પ્રસ્તુત થયું હતું. પાર્થો સરોદી તરીકે પ્રચલિત થયા છે. તેઓની તાલીમ પિતા રાધિકા મોહન મૌત્રાના શિષ્ય સુધામય ચૌધરી પાસે થઈ છે. બાદમાં તેમની તાલીમ જાણીતા કલાકાર ધ્યાનેશજીખાન પાસે થઈ છે અને ત્યારબાદ પ્રખ્યાત સિતારવાદક રવીશંકરજી પાસે થઈ છે.
તબલાવાદક સત્યજીતજી તલવલકર મહાન તબલાગુરુ સુરેશ તલવલકરજીના પુત્ર અને શિષ્ય અને માતા જાણીતા શાસ્ત્રીય ગાયક સુશ્રી પદમા તલવલકરજીના પુત્ર શિષ્ય છે. 4 વર્ષની ઉંમરથી તેઓ સંગીત સફરમાં જોડાયેલા છે. સરોદ વાદનમાં પાર્થો સરોદીએ રાગ ચંદ્રવદનમાં આલાપ-જોડ-જાલા વિલંબિત મધ્ય અને દ્રુતલય ત્રીતાલ (16) માત્રા તાલ પ્રસ્તુત કર્યો હતો.
ત્રીજી બેઠક
રાત્રિની ત્રીજી બેઠક અને 45મા સંગીત સમારોહ સપ્તકની અંતિમ બેઠકમાં શૌનકજી અભિષેખીનું શાસ્ત્રીય ગાયન અને મંજુષાજી પાટિલની અભંગવાણી પ્રશાંતજી પાંડવી તબલા સંગતમાં મિલિન્દ કુલકર્ણીજીની હારમોનિયમ સહાય અને અપૂર્વજી દ્રવીડની સાઇડ રિધમની સહાયમાં પ્રસ્તુત થઈ હતી.
શૌનક અભિષેખીજી વિદ્વાન જીતેન્દ્ર અભિષેખીજીના પુત્ર અને શિષ્ય આગ્રા અને જયપુર શૈલીનું ગાયન પ્રસ્તુત કરે છે. તેમણે જયપુર ઘરાનાના સુશ્રી કમલતાઈ તાંબેજી પાસે પણ તાલીમ લીધી છે.
મંજુષાજીએ તેમની તાલીમ સાંગલીના મ્હૈસ્કર બુવા પાસે તાલીમ શરૂ કરી પછી ગુરુકૂળ પદ્ધતિમાં 13 વર્ષ ડી.વી. કાનેબુવાજી પાસે તાલીમ લીધી છે. તેઓ સુશ્રી શુભદતાઈ પરાડકર પાસે ગ્વાલિયર ઘરાના અને નરેન્દ્ર કાનેકર તેમજ વિકાસજી કાશલકર પાસે આગ્રા-ગ્વાલિયર ઘરાનાની તાલીમ લીધી. રાત્રિની અંતિમ બેઠકમાં મંજુષા પાટિલે રાગ બાગેશ્રી તાલ તીલવાડા મધ્યલયમાં 'સખી મન લાગે ના' અને બાદમાં દ્રુત એક તાલમાં 'ના ડારો રંગ મોપે' ત્યારબાદ શૌનક અભિષેખીએ રાગ અડાણામાં મધ્યલય રૂપક સાત માત્રામાં ખયાલ રામ રઘુવીર અને દ્રુતલય એક તાલમાં ભવાની ધ્યાનીજનની પ્રસ્તુત કરી બાદમાં કલાકારોએ મીરાંબાઈનું ભજન અને મરાઠી અભંગ પ્રસ્તુત કર્યા હતા અને શ્રોતાઓની વિશાળ હાજરી અને તાળી વચ્ચે સમારંભનું સમાપન થયું હતું.
ઉલ્લેખનીય છે કે વિદ્વાન ઉલ્લાસ કુશાળકરજીએ તેમની ગાયકીને નિખાર આપ્યો છે. પ્રશાંત પાંડવજી સંગીત પરિવારમાંથી આવે છે. પિતા પ્રભાકરજી હારમોનિયમવાદક અને ગાયક છે. નાના અંબાદાસરાવ દેશમુખ પણ ગાયક અને વાદક હતા. તેમની આઠ વર્ષ તાલીમ શ્રી પાડુરંગ મુખડે અને હાલમાં તેઓ પંજાબ ઘરાનાના યોગેશ સમસીજીના શિષ્ય છે. હારમોનિયમ વાદક મિલિન્દ કુલકર્ણીજી સાત વર્ષની ઉંમરથી વસંતરાવ ગુરવ, શ્રી અન્ના દિવાન, શ્રી પ્રમોદ મરાઠે પાસે તેમજ ઉલ્લાસજી કશાળકર અને સુરેશ તલવલકર જેવા બિન હારમોનિયમ વાદક પાસે તાલીમ પામ્યા છે. સાઇડ રિધમ કલાકાર અને અપૂર્વ દ્રવીડ નાનામુલેજી તબલાવાદક રામદાસ પલસુબેજી, કૃષ્ન મુશળેજી પાસે તાલીમ પામ્યા છે. તેઓ તબલા ઢોલક- ડફ-ઢોલકી- પખાવજ, દરબુકા, કાજોન સહિત અનેક શાસ્ત્રીય અને લોકવાદ્ય વગાડે છે.










