• અમરાઈવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવકની હત્યા કરવામાં આવી હતી

  • આ મામલે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
  • આરોપીઓએ એક પછી એક એમ ત્રણ છરીના ઘા ઝીંકી દીધા હતા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં બે આરોપીઓએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપી અને મૃતક વચ્ચે એક મહિના અગાઉ ઝઘડો થયો હતો. જૂની અદાવતમાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે.

શું બની હતી સમગ્ર ઘટના?

[[$googlead]]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગઈ કાલે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો ભાવેશ સોલંકી નામનો યુવક ગત મોડી રાત્રે ચાલીની બહાર બેઠો હતો, તે દરમિયાન સાગર રાઠોડ અને વિનય પરમાર નામના બંને વ્યક્તિ ત્યાં આવીને ભાવેશને એક પછી એક એમ ત્રણ છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભાવેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા ચાલુ સારવાર દરમિયાન જ યુવકનું મોત થયું છે.

[[$alsoread]]

એક મહિના અગાઉ આદેશ નગર ખાતે રહેતા સાગર રાઠોડ સાથે બોલાચાલી થતા ઝઘડો થયો હતો

સમગ્ર બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ત્યારે હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ભાવેશ સોલંકીને એકાદ મહિના અગાઉ આદેશ નગર ખાતે રહેતા સાગર રાઠોડ સાથે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને ભાવેશ જ્યારે જમીને ચાલી બહાર બેઠો હતો. ત્યારે સાગર અને તેનો મિત્ર વિનય ત્યાં આવ્યા હતા અને ભાવેશને પીઠના ભાગે, સાથળ અને પગના ભાગે એમ ત્રણ છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જ્યારે આરોપી સાગર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

  • Follow us on: