અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. જેને લઇ પોલીસ અવાર નવાર કડક કાર્યવાહી કરવા છતા ખૂલ્લા સાંઢની જેમ આ તત્વો બેફામ ફરી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં આવેલા રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે.


બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ મિયાનો વરઘોડો કાઢીને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. ઘટનાસ્થળ પર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. આરોપી પાસે બે હાથ જોડીને જાહેર જનતાની માફી પણ મંગાવવામાં આવી છે.

રખિયાલવાળી ઘટનામાં ગુંડાગીરી કરના ફઝલ શેખની બધી દાદાગીરી પોલીસે કાઢી નાખી છે. જે ગઈકાલે ફઝલ દાદા બનતો હતો આજે હાથ જોડી રહ્યો છે. સમીર શેખ, ફઝલ શેખ જનતાની માફી માગી રહ્યા છે. અલ્તાફ શેખ, મહેફૂઝ મિંયા જનતાની માફી માગી રહ્યા છે. અમદાવાદના ગુનેગારો પર અમદાવાદ શહેર પોલીસે કાયદાનો પાઠ ભણવાની શરૂઆત કરી દીધી છે. વિસ્તારમાં દાદા થઈ ને ફરતા ગુનેગારોના એક બાદ એક સરઘસ કાઢવાની શરૂઆત કરી દીધી છે ત્યારે અમદાવાદના શાહિબાગમાં જાહેરમાં નશો કરીને તલવાર લઈને ફરતા શખ્સોની શાહિબાગ પોલીસે થોડીક જ મિનિટો એટલે કે 3થી 4 મિનિટ માં આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

આ બનાવની વાત કરીએ તો ગત ગુરુવારે અસારવા બ્રિજ નીચે કૂબેરપૂરા ભીલવાસ પાસે રીઢા ગુનેગારો વિશાલ ઢુંઢીયા, સુરેશ ભીલ અને સમીર દ્વારા હાથમાં હથીયાર રાખીને લોકોને ધમકાવી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકો એ પોલીસ કંટ્રોલ માં જાણ કરતા ની સાથે જ શાહિબાગ પોલીસ ની ટીમ 4 મિનિટ માં ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી અને ત્રણ આરોપી ની ધરપકડ કરી લીધી હતી ત્યારે આરોપી ની પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે વિસ્તાર માં પોતાનો ખૌફ જમાવવા માટેથી આવો ગુનો કર્યો હતો ત્યારે તમામ આરોપીઓ નો ગુનાહિત ઇતિહાસ પણ છે

અમદાવાદની ઘટનાને લઇ DGP વિકાસ સહાયનું નિવેદન

રખિયાલમાં અસામાજીક તત્વોના આતંકની ઘટનાને લઇ DGP વિકાસ સહાયનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના બનાવ દુઃખદ છે, આ પ્રકારનાની ઘટના ગુજરાત જેવા રાજ્યો માટે બને એ કમનસીબ છે. ગુજરાત પોલીસ વડા તરીકે અમે આશ્વાસન આપીએ છીએ કે આવું ફરી ન થાય...આ બનાવથી આખા ગુજરાતની કે અમદાવાદ પોલીસ ઉપર સવાલ ન ઉઠવો જોઈએ. આ ઘટના 12 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. 2 થી 3 જેટલા સિનિયર પોલીસ ઓફિસર ફિલ્ડમાં હતા. તાત્કાલિક અસરથી તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ગણતરીની જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

શું બની હતી સમગ્ર ઘટના?

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બુધવારે રાતે 6 જેટલા અસામાજિક તત્વો રોડ ઉપર અંગત અદાવતમાં હથિયાર લઈને આવી ગયા હતા મળતી માહિતી પ્રમાણે હત્યા ના કેસના એક આરોપી ને શોધવા માટે આવ્યા હતા પરંતુ તે નહિ મળતા તેના ભાઈ ઉપર હુમલો કર્યો અને રોડ ઉપર આતંક મચાવી. કંટ્રોલમાં રખિયાલ કેસમાં ફરિયાદીયે ફોન કરતા 2 પોલીસની ગાડીઓ આવી ગઈ હતી, પરંતુ ફરિયાદી ભાગીને બાપુનગર તરફ જતો રહેલ જેથી પોલીસની ગાડીઓ પણ બાપુનગર પહોંચી હતી. મહત્વ નું છે કે જ્યારે પોલીસ આરોપીઓ સુધી ગઈ ત્યારે મુખ્ય આરોપી ફઝલ એ પોલીસ ઉપર હુમલો કરી આ મારો વિસ્તાર છે અહીંયા થી જતા રહેવા માટે કહેતા પોલીસ ની ગાડી ઓ નીકળી ગઈ હતી. જેથી રખિયાલ ની 2 ગાડી ની બેદરકારી ને લઇ 2 પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી છે..આરોપીઓ ત્યાર બાદ ફરાર થઈ ગયેલા..જોકે વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતાં રખિયાલ અને બાપુનગર માં 2 અલગ ફરિયાદ લેવામાં આવી છે.


  • Follow us on: